મેઘરજ : રાજપુર(રામગઢી) ગામે યુવક પર ત્રણ વાર ઈક્કો ગાડી ચઢાવી મોતને ઘાટ ઉતાર્યો, LCB પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા : તાલુકામાં 4 દિવસમાં હત્યાના બે બનાવો બન્યા

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રાજપુર(રામગઢી) ગામે યુવક પર ત્રણ વાર ઈક્કો ગાડી ચઢાવી મોતને ઘાટ ઉતાર્યો, LCB પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા : તાલુકામાં 4 દિવસમાં હત્યાના બે બનાવો બન્યા
મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુર(રામગઢી) ગામે બનેલ ખુનના ગુન્હા કામે વપરાયેલ ઇકોગાડી જેની કિ.રૂ.૩,૦૦,૦૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.૨૫૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૦૨,૫૦૦/-નો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ને ગણતરીના કલાકમાંઅરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડ્યા
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં મેઘરજ તાલુકામાં હત્યાના બે કિસ્સાઓ સામે આવ્યા હતા અને જેને પગલે બન્યે ગુન્હામાં ફરિયાદ નોંધાતા બન્યે ગુન્હાના આરોપીઓ ને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં પોલિસને સફળતા હાથ લાગી જે પૈકી કંટાળું ગામે મેળામાં યુવકને ચકકુ ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી તો અને પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા તો બીજી બાજુ મેઘરજ તાલુકામાં વધુ એક હત્યા ની ઘટના બની હતી રાજપુર ગામે કાર ચઢાવી આધેડ ની હત્યા કરવામાં આવી હતી મૃતક જીવા ભાઈ રત્ના ભાઈ ને ભત્રીજાએ જ કાર ચઢાવી હત્યા કરી હતી જેમાં પરિવારો એ આક્ષેપો કર્યા હતા કે ગત વર્ષે ધુળેટી એ કલર કરવા બાબતે આપેલ ઠપકા ની અદાવત માં હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે ઘટનામા રાજપુર ગામ ના બસ સ્ટેશન પાસે રિવર્સ લઈ ત્રણ વાર કાર ચઢાવી હત્યા કરાઈ હોવાનું પરિવારો એ જણાવ્યું હતું સમગ્ર ઘટનામાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતક ના મૃતદેહ ને પીએમ અર્થે મેઘરજ ખસેડી તપાસ હાથ ધરી છે જેમાં એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા નાઓની નેતુત્વમાં સી.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો મેઘરજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૭૨૫૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૧૦૩(૧),૧૦૯(૧)મુજબના ગુન્હાના કામે બનેલ બનાવ અનુસંધાને વોચ તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, સદરી આરોપી પોતાની ગુન્હામાં વાપરેલ ઇકો ગાડી નં. જીજે ૩૫.બી.૦૮૦૪ ની લઇને પાલ્લાથી મેઘરજ થઇને મોડાસા તરફ આવનાર છે. જે બાતમી આધારે પોલીસના માણસો સાથે સરકારી વાહનમાં તેમજ પ્રાઇવેટ વાહનોમાં બેસી મોડાસા પેલેટ ચોકડી થઇ મેઘરજ રોડ તરફ બ્લોક ફેકટરી સ્ટેન્ડ ઉપર રોડ ઉપર આવી સદરી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઇકો ગાડીની વોચ તપાસમાં હતા દરમ્યાન ઉપરોક્ત હકીકતવાળી ઈકો ગાડી મેઘરજ તરફથી આવતાં સદરી ઇકો ગાડી નજીક આવતાં તેનો નંબર જોતાં જીજે.૩૫બી૦૮૦૪ નો હોય જેને ઉભી રાખવા રોડ ઉપર વાહનો આડા કરી દેતાં સદરી ઇકો ગાડીના ચાલકે પોતાની ઇકો ગાડી ઉભી રાખેલ જે ઇકો ગાડીમાં બે ઇસમો બેઠેલ હોય જે પૈકી ચાલક સીટ ઉપર બેઠેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોર ઉ.વ.૨૭ રહે.રાજપુર (રામગઢી)તા.મેઘરજ જી.અરવલ્લીનાનો હોવાનું જણાવેલ તેમજ તેની બાજુમાં બેઠેલ ઇસમનું નામ ઠામ પુછતાં પોતાનું નામ રવિન્દ્ર એમતાભાઈ મસાર ઉ.વ.૧૯ રહે. પાલ્લા (ભુવાલ) તા.મેઘરજ જિ.અરવલ્લીવાળો હોવાનું જણાવેલ જેથી સદરી પકડાયેલ બન્ને ઇસમો પૈકી પ્રકાશભાઇ રત્નાભાઈ ડામોરની અંગજડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક ઓપો રેનો ૭ મોબાઇલ ફોન ચાલુ હાલતનો મળી આવેલ જે મોબાઇલ ફોન કિ.રૂ.૨૫૦૦/- નો ગણી તપાસ અર્થે કબ્જે લીધેલ તેમજ સદરી પકડાયેલ ઇસમને પુછપરછ કરતા તેની સાથેનો ઇસમ રવિન્દ્ર એમતાભાઈ મસાર પોતાનો સાળો થાય છે અને તે બનાવ વખતે પોતાની સાથે હતો અને તે બાજુની સીટમાં બેઠેલ હતો અને પોતે જયારે મરણજનાર ઉપર પોતાની ઈકો ગાડી ચડાવી દીધેલ તે વખતે પણ સાથે જ હોવાનું જણાવેલ જેથી રવિન્દ્ર એમતાભાઈ મસારની અંગજડતી કરતાં કાંઈ મળી આવેલ નથી તેમજ સદરી બન્ને ઇસમો લઇને આવેલ તે ઇકો ગાડી પકડાયેલ આરોપી પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોર પોતાની હોવાનું અને પોતાના પિતાજી રત્નાભાઈ ભાથીભાઈ ડામોર રહે.રાજપુર (રામગઢી) તા.મેઘરજ જી.અરવલ્લીવાળાના નામે હોવાનું જણાવેલ જે ઇકો ગાડી જોતાં મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો સ્ટાર ગાડી હતી જેના આગળના ભાગે નંબર પ્લેટ નથી અને આગળના ડ્રાઇવર સાઇડના ભાગે એક હેડલાઇટ નથી નીચેના બંપર ઉપર અંગ્રેજીમાં મોન્સ્ટર લખેલ હતો તેમજ ડ્રાઇવર સાઇડનો દરવાજો અથડાવાને કારણે ખુલ્લી હાલતમાં જણાયેલ હતો તેમજ પાછળના ભાગે જોતાં કાચ ઉપર અંગ્રેજીમાં ઠાકોર લખેલ હતુ તેમજ ગોગાનું સ્ટીકર લગાડેલ જેની પાછળના ભાગે નીચે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ઉપર જોતાં રજીસ્ટ્રેશન નંબર જીજે.૩૫.બી.૦૮૦૪ નંબર લખેલ હતો જે ઈકો ગાડીમાં જોતા કંઇ ચીજવસ્તુ મળી આવેલ નહોતી જેનો ચેચીસ નંબર.MA3ERLF1S00441323 નો લખેલ હતો તેમજ એન્જીન નં. G12BN41 8141 નો લખેલ હતો.જે ઇકો ગાડી ની કિ.રૂ.૩૦૦,૦૦૦/-ગણી તપાસ અર્થે કબજે કરી તેમજ સદરી બન્ને આરોપીઓને આજરોજ તા.૧૫/૦૩/૨૫ ના રોજ BNSS એકટ કલમ-૩૫ (૧)(જે),મુજબ અટક કરી આગળની તપાસ સારૂ મેઘરજ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલ :-
(૧) એક ઓપો રેનો ૭ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૨૫૦૦/- તેમજ ઇકો ગાડી જેની કિ.રૂ.૩૦૦,૦૦૦/- મળી કુલ રૂ. કિ.રૂ.૩,૦૨,૫૦૦/- નો મુદ્દામાલ
પકડાયેલ આરોપીઓ:-
(૧)પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોર ઉ.વ.૨૭ રહે.રાજપુર (રામગઢી) તા.મેઘરજ જી.અરવલ્લી(૨) રવિન્દ્ર એમતાભાઈ મસાર ઉ.વ.૧૯ રહે. પાલ્લા (ભુવાલ) તા.મેઘરજ જી.અરવલ્લી




