MEGHRAJ

મેઘરજ : કંટાળું મેળામાં મોટરસાઇકલ સાઈડમાં લેવાનું કહેતા અને મા બેન સામે ગાળો બોલી ચાલક અને અન્ય બે લોકો યુવક પર તૂટી પડ્યા,યુવકના પીઠ પાછળ ચકકુ મારી દેતા મોત નીપજ્યું 

કંટાળું ગામે મેળામાં  રાજેસ્થાન યુવકની હત્યા કરાઈ,રાજેસ્થાનના પાદેડી ગામના યુવકને ચપ્પાના ઘા ઝીંકી ને મોત નીપજાવતા પોલીસે તપાસ આદરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : કંટાળું મેળામાં મોટરસાઇકલ સાઈડમાં લેવાનું કહેતા અને મા બેન સામે ગાળો બોલી ચાલક અને અન્ય બે લોકો યુવક પર તૂટી પડ્યા,યુવકના પીઠ પાછળ ચકકુ મારી દેતા મોત નીપજ્યું

કંટાળું ગામે મેળામાં  રાજેસ્થાન યુવકની હત્યા કરાઈ,રાજેસ્થાનના પાદેડી ગામના યુવકને ચપ્પાના ઘા ઝીંકી ને મોત નીપજાવતા પોલીસે તપાસ આદરી

બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં ફરિયાદી પાતે પોતાના ઘરે હતો તે વખતે કુટુંબી ભત્રીજો રાહુલભાઈ અમરતભાઇ રોત ફરિયાદીના ઘરે આવેલ તે વખતે બંને મેઘરજ તાલુકાના કંટાળુ ગામે ભરાતા મેળામાં જવાની વાતચીત થયેલ હતી. તે પછી બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા ફરિયાદી ગામનો વિશાલભાઇ રમેશભાઇ ડામોર તથા ગામની બાજુના ગામ ભરતપુર ગામનો ફરિયાદીનો મિત્ર નયનભાઇ અશોકભાઇ ભગોરા ત્રણેય વિશાલભાઇ રમેશભાઈ ડામોર ની પલ્સર મોટર સાયકલ લઇને રેલ્લાવાડા ખાતે પોતાના સાળા ભરતભાઇ રામાભાઇ વરસાત રહે.નારેલી તા.ગામડી અહાડા જી.ડુંગરપુર નાઓની ચપ્પલની દુકાને ચપ્પલ લટકાવવાના હુક આપવા માટે ગયેલા. તે પછી ત્રણેય જણાઓ મોટર સાયકલ લઈને રેલ્લાવાડા થી નીકળી કંટાળુ ગામે મેળામાં જવા સારૂ નવાગામ ગામે થઇને કંટાળુ ગામે મંદિર તરફ જતા હતા તે વખતે કંટાળુ ગામે નવાગામ તરફ જતા રોડ ઉપર પુલથી પહેલાના ભાગે ભત્રીજો રાહુલભાઈ અમરાભાઈ રોત તથા ગામની બાજુના ગામ ભરતપુર ગામનો પ્રવિણભાઇ નટવરલાલ ભગોરા તથા રાજસ્થાનના જોથરી તાલુકાના ચક મહુડી ગામનો રાહુલભાઇ મોલાત તે ત્રણેય જણાઓ રોડની સાઇડમાં તેઓની મોટર સાયકલ પાસે ઉભા હોય અને તેઓને મળેલ. તે પછી ફરિયાદીની મોટર સાયકલ તેઓની મોટર સાયકલ પાસે રોડની સાઇડમાં મુકી બધા મેળામાં ફરવા ગયેલ. તે પછી ફરિયાદી તથા તેનો ભત્રીજો રાહુલભાઈ અમરતભાઇ રોત તથા ગામનો વિશાલભાઈ રમેશભાઇ ડામોર તથા ગામની બાજુના ગામનો ભરતપુર ગામના નયનભાઇ અશોકભાઇ ભગોરા તથા પ્રવિણભાઇ નટવરલાલ ભગોરા તથા જોથરી તાલુકાના ચક મહુડી ગામનો રાહુલભાઇ મોલાત બધા આશરે એકાદ કલાક જેટલો સમય કંટાળુ ગામે મેળામાં અલગ અલગ જગ્યાઓએ ફરેલ તે પછી પરત ઘરે જવા નવાગામ રોડ ઉપર પોતાની મોટર સાયકલો પાસે આવેલ તે વખતે રોડ ઉપર મેળામાં આવતા જતા ઘણા લોકોની ઘણી ભીડ હોય જેથી ફરિયાદી તથા પોતાનો ભત્રીજો રાહુલભાઇ અમરતભાઇ રોત બંને બે અલગ અલગ મોટર સાયકલો લઇને ત્યાંથી નવાગામ તરફ નીકળેલ અને પોતાનો ભત્રીજો રાહુલભાઇ ફરિયાદીની આગળ અને ફરિયાદી તેની પાછળ એ રીતે બંને નજીક નજીક મોટર સાયકલો લઇને જતા હતા. પોતાની સાથે ગામનો વિશાલભાઇ રમેશભાઈ ડામોર તથા ભરતપુર ગામના નયનભાઈ અશોકભાઈ ભગોરા તથા પ્રવિણભાઇ નટવરલાલ ભગોરા તથા મહુડી ગામનો રાહુલભાઇ મોલાત નાઓ ચારેય જણાઓ મોટર સાયકલો પાછળ ચાલતા ચાલતા આવતા હતા. તે વખતે સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેનો ભત્રીજો બંને મોટર સાયકલો લઇને કંટાળુ ગામથી થોડે આગળ નવાગામ તરફ જતાં રોડના વળાંક પાસે નવાગામ ગામની સીમમાં આવેલ તે વખતે ત્યાં સામેથી એક ક્રુઝર ગાડી ઘણા લોકોની ભીડના કારણે રોડ ઉપર ઉભેલ હોય જે ક્રુઝર ગાડીના ચાલકના દરવાજાની બાજુમાં એક મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો બેઠેલ હોય જે પૈકી મોટર સાયકલ ચલાવનાર ઇસમે મારા ભત્રીજાને મોટર સાયકલ સાઇડમાં લેવાનુ કહી જેમ તેમ મા બેન સામી ગાળો બોલતો હોય જેથી મારા ભત્રીજા એ તે મોટર સાયકલ ચલાવનાર ઇસમને જેમ તેમ ગાળો બોલવાની ના પાડતાં તે ઇસમે ઉશ્કેરાઇ જઇ તેની મોટર સાયકલ ઉપરથી ઉતરી તે ઇસમે મારા ભત્રીજા શરીરે પીઠના ભાગે ચપ્પુ મારી દેતાં ફરિયાદીનો ભત્રીજો નીચે પડી ગયેલ તે વખતે તેની સાથે આવેલ બંને ઇસમો પણ ત્યાં આજુબાજુથી લાકડીઓ લઇ આવી ભત્રીજા લાકડીથી માર મારવા લાગતાં ફરિયાદી ગભરાઇ ગયેલો અને તે દરમ્યાન પોતાની સાથે આવેલ ગામનો વિશાલભાઇ રમેશભાઈ ડામોર તથા મહુડી ગામનો રાહુલભાઇ મોલાત નાઓ પણ ત્યાં આવી જતાં ત્રણેય જણાઓ મારા ભત્રીજા બચાવવા જતાં તે ત્રણેય ઇસમોએ ત્રણેય જણાઓને પણ હાથના મુક્કાઓ તેમજ લાકડીઓથી માર મારવા લાગેલ જેથી ચારેય જણાઓ ત્યાંથી અલગ અલગ દિશાઓમાં ખેતરોમાં થઇને ભાગવા લાગેલ. ફરિયાદી ત્યાંથી ભાગી થોડે દૂર નવાગામ ગામે એક ભેંસોના તબેલામાં જઇ સંતાઇ ગયેલો. તેના આશરે અડધો કલાક પછી ગામના વિશાલભાઇએ ફરિયાદી ને ફોન કરી કહેલ કે, રાહુલભાઇને ઇસરી સરકારી દવાખાને સારવાર કરાવવા લઇ ગયેલ છે તો તુ ઇસરી સરકારી દવાખાને આવ તેમ ફોનથી વાત કરતાં ફરિયાદી તબેલામાંથી બહાર રોડ ઉપર આવી ત્યાંથી ખાનગી વાહનમાં બેસી ઇસરી સરકારી દવાખાને આવેલ. તે વખતે ઇસરી સરકારી દવાખાને ભત્રીજા ને જોતાં તેના શરીરે પીઠના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તે લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં પલંગ સુવડાવેલ હતો તેમજ ગામના વિશાલભાઈ રમેશભાઇ ડામોર ને પીઠના ભાગે તથા માથાના કપાળના ભાગે તથા મહુડી ગામના રાહુલભાઈ મોલાત ને જમણા પગે તથા શરીરે ઓછા વત્તી ઇજાઓ થયેલ હતી. જે આ અજાણ્યા ત્રણેય ઇસમોએ ફરિયાદી તથા ગામના વિશાલભાઇ રમેશભાઇ ડામોર તથા જોથરી તાલુકાના ચક મહુડી ગામના રાહુલભાઇ મોલાત નાઓને શરીરે ઓછાવત્તી ઇજાઓ પહોંચાડી તથા આ અજાણ્યા ત્રણેય ઇસમો પૈકી એક ઇસમે ભત્રીજાને મા બેન સામી ગાળો બોલી શરીરે પીઠના ભાગે ચપ્પુ મારી ગંભીર ઇજા પહોચાડી તથા અજાણ્યા ત્રણેય ઇસમો પૈકી બે ઇસમોએ ફરિયાદીના ભત્રીજા ને લાકડીથી માર મારી ઇજાઓ પહોચાડી મોત નિપજાવેલ હોય જેથી તેઓ અજાણ્યા ત્રણેય ઇસમો વિરુધ્ધમાં કાયદેસર રીતે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી ઇસરી પોલીસે આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!