AMRELI CITY / TALUKOGUJARATRAJULA

ખાંભાના ડેડાણ ગામે સગી દીકરીને મોતને ઘાટ ઉતારતો બાપ

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા મુસ્લિમ યુવતીને હિન્દૂ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રીના સમયે પુત્રી ગળું દબાવી હત્યા કરી નાખી

ખાંભા પોલીસએ પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરી

 

અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા, પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલસોયી દીકરીની ગળુ દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ આ બનાવમાં ફરિયાદી બની છે.” અહીં ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી છે. અહીં ઇશિકાબેન ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના કાના નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. પંરતુ યુવતી તેના કાના સાથે પ્રેમસંબંધ આગળ વધારવા માંગતી હતી. આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીનો સગો બાપ એવો મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
યુવતીને મોતને ઘાટ ઉતારી સગો બાપ હવે જેલવાસ ભોગવવા જેલના સળિયા પાછળ પોલીસએ ધકેલી દીધો છે પરંતુ બાપએ દીકરીની હત્યા કરતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.

રિપોર્ટર યોગેશ કાનાબાર અમરેલી

Back to top button
error: Content is protected !!