નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ ગરુડેશ્વરના ઈન્દ્રવર્ણા ગામે પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લીધી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામના ખેડૂત શ્રી રાજેશભાઈ મૂળજીભાઈ તડવીના ઈન્દ્રવર્ણા ખાતે આવેલા પ્રાકૃતિક પંચસ્તરીય મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતશ્રીએ અપનાવેલી કામગીરી અને અનુભવો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખેડૂતશ્રીએ પાકૃતિ ખેતીથી થયેલા ફાયદા અંગેના પોતાના સકારાત્મક અનુભવોની માહિતી આપી હતી.
કલેક્ટર દ્વારા ખેતીના વિકાસ માટે અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને ગામના ખેડૂતોને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા પર ભાર આપ્યો હતો આ મુલાકાત દરમિયાન આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક શિનોરા તેમજ અન્ય સ્ટાફ પણ હાજર રહ્યા હતા