MEGHRAJ

મેઘરજ: એક બેદરકારી 2 નિર્દોષ લોકોના મોત, રેલ્લાંવાડા મેઘરજ રોડ પર ધોરાપાણા પાસે અક્સ્માત, બાઇક બાવળના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ: એક બેદરકારી 2 નિર્દોષ લોકોના મોત, રેલ્લાંવાડા મેઘરજ રોડ પર ધોરાપાણા પાસે અક્સ્માત, બાઇક બાવળના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

કેટલીક વાર બેદરકારી નો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. અને મોટા ભાગની ઘટનાઓ બેદરકારી ને લઇ બનતી હોય છે અને અક્સ્માત સર્જાતા હોય છે અને અક્સ્માતમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે તો તેના માટે જવાબદાર કોણ…? એક એવી ઘટના બની કે એક બેદરકારી ને લઇ 2 લોકોના મોત નીપજ્યા

વાત છે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા વિસ્તારના મેઘરજ રોડ ની જ્યાં બપોરના સમયે અકસ્માત થયો અને અક્સ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં મળતી માહિતી મુજબ બપોરના સમયે પુત્ર અને માતા બન્ને લોકાચાર માટે ગયેલ હતા અને તે સમયે ઘરે પરત ફળતા મેઘરજ તરફથી કુણોલ ગામ થઇને ધોરાપાણા ગામ મુકામે પોતાના વતન તરફ જતા સમયે રોડ પર બાઈક પરથી સ્ટેરીંગ પરથી કાબુગુમાવતા નવીન બનેલ રોડ પર અડકીને આવેલ નડતર રૂપ બાવળ સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો જેમાં માતા અને પુત્ર બન્યું મોત નીપજ્યું છે જ્યાં અકસ્માતમાં પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે માતાને ગંભીર ઈજાઓ પોહચતા મોડાસા ખાતે ખસેડાયા હતા જ્યાં ગંભીર ઈજાને કારણે દવાખાને જ મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી હતી હાલ એક જ ઘરના 2 લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. એક બેદરકારી એ 2 નિર્દોષ લોકોના મોત લીધા જેમાં નવીન બની રહેલા રસ્તા પર નડતર રૂપ વૃક્ષ જ ભોગ બન્યું છે હાલ પણ રસ્તા પર નડતર રૂપ વૃક્ષો આવેલા છે તંત્ર ધ્વારા ઝડપથી નડતર રૂપ વૃક્ષો હટાવવામાં આવે તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!