GUJARATMENDARDA

વિસાવદર પેટા ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના પ્રચાર અભિયાને તેજી પકડી. ગામેગામ લોકોની મુલાકાત લઇ રહેલા ગોપાલ ઇટાલીયાને વિસાવદરના લોકોનું જબરદસ્ત જનસમર્થન

વિસાવદર પેટા ચૂંટણીમાં 'આપ' ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના પ્રચાર અભિયાને તેજી પકડી. ગામેગામ લોકોની મુલાકાત લઇ રહેલા ગોપાલ ઇટાલીયાને વિસાવદરના લોકોનું જબરદસ્ત જનસમર્થન

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા વિસાવદરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે અને હાલ પ્રચાર અભિયાન ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યું છે. આજરોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ વિસાવદર તાલુકાના ખંભાળિયા અને વીરપુર ગામે લોકોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી. આજે ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનને આગળ વેગવંતુ બનાવ્યું હતું.આ અગાઉ ગતરોજ ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ વિસાવદર તાલુકાના અનેક ગામની મુલાકાત લીધી હતી. આ તમામ ગામોની મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલીયા ખાસ કરીને ખેડૂતો અને યુવાનો સાથે તેમના મુદ્દા ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે તમામના મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને વિસાવદરના લોકોની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવશે. તમામ સ્થળે આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલીયાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે અને ફરી એકવાર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઇતિહાસ રચવા જઈ રહી છે. ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો મક્કમ નિર્ધાર કર્યો જેના કારણે વિસાવદરના ખેડૂતો, યુવાનોએ સંપૂર્ણપણે ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું અને “ગોપાલ ઇટાલિયા ડરશે નહીં, જુકશે નહીં, ફાઈટર છે, લડશે” અને “ગોપાલ બોલશે, વિધાનસભા ડોલશે.” ના નારા લગાવ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!