MORBI:આરોગ્ય ભારતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા મોરબી જિલ્લામાં આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

MORBI:આરોગ્ય ભારતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા મોરબી જિલ્લામાં આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
આરોગ્ય ભરતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ મોરબી ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાંઆરોગ્ય ભારતીનો પરિચય અને રાષ્ટ્ર કક્ષાએ કામગીરી આરોગ્ય મિત્ર કિશોરાવસ્થા સ્વાસ્થ્ય જેવા આરોગ્ય ભારતીના વિવિધ આયામો વિશે માહિતગાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અવધ કિશોરજી (ગુજરાત પ્રદેશ સંગઠન સચિવશ્રી), પ્રકાશભાઈ ટીપરે (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષશ્રી), ડૉ. વર્ષાબેન પટેલ (સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારીની ગર્ભસંસ્કારન) વગેરે મહેમાનશ્રી ઉપસ્થિત રહેશે.
સમગ્ર દેશમાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આરોગ્ય ભારતી આરોગ્યના ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વના કર્યો કરી રહી છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા ઈચ્છતા નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
તારીખ : ૧૫-૧૨-૨૦૨૪, રવિવાર
સમય : સવારે ૧૦ થી ૧૨:૩૦
સ્થળ : ગાયત્રી ચેતના કેન્દ્ર, હાઉસીંગ બોર્ડ પાછળ, સનાળા રોડ, મોરબી.રજીસ્ટ્રેશન માટે : https://forms.gle/WPPvUivn8R2z64hZ6
સહયોગી સંસ્થા : ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી વધુ માહિતી માટે સંપર્ક :વાલજી પી. ડાભી પ્રાંત કાર્યકારણી સભ્ય 95862 82527






