અરવલ્લી જિલ્લામાં કુલ 216 ગ્રામપંચાયતો ની ચૂંટણી યોજાશે, 4,41,096 મતદારો મતાઅધિકારનો ઉપયોગ કરશે,
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કુલ 216 ગ્રામપંચાયતો ની ચૂંટણી યોજાશે, 4,41,096 મતદારો મતાઅધિકારનો ઉપયોગ કરશે,
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું શંખનાદ વાગી ચૂક્યો છે અને ચૂંટણી પંચ ધ્વારા ચૂંટણી ની તારીખ જાહેર કરવામાં આવી છે.. રાજ્યમાં 8326 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે અને 22 જૂનના રોજ મતદાન યોજાશે.2 જૂન 2025 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.25 જૂન 2025 ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
અરવલ્લી જિલ્લાની કુલ 345 ગ્રામપંચાયત પૈકી 216 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે જેમાં સામાન્ય 111, વિભાજન 40, અને પેટા ગ્રામપંચાયત 65 ની આગામી સમયમાં ચૂંટણી યોજનાર છે
ગ્રામપંચાયત ની ચૂંટણીનું તાલુકાનું સમીકરણ નીચે મુજબ છે
મોડાસા: ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 54 જેમાં સામાન્ય/વિભાજન 38 અને પેટા ગ્રામ પંચાયત 16, મેઘરજ:ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 35 જેમાં સામાન્ય/વિભાજન 26 અને પેટા ગ્રામ પંચાયત 11, ભિલોડા:ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 30 જેમાં સામાન્ય/વિભાજન 19 અને પેટા ગ્રામ પંચાયત 11, બાયડ : ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 44 જેમાં સામાન્ય/વિભાજન 25 અને પેટા ગ્રામ પંચાયત 19, માલપુર : ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 20 જેમાં સામાન્ય/વિભાજન 17 અને પેટા ગ્રામ પંચાયત 03, ધનસુરા: ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતની કુલ સંખ્યા 33 જેમાં સામાન્ય/વિભાજન 26 અને પેટા ગ્રામ પંચાયત 07, આમ જિલ્લામાં કુલ 151 ગ્રામપંચાયત પર સરપંચ અને વોર્ડ સભ્યની ની ચૂંટણી યોજાશે જ્યારે અને 65 ગ્રામપંચાયત પર વોર્ડ ની પેટા ચૂંટણી યોજાશે,
અરવલ્લી જિલ્લામાં કુલ 216 ગ્રામપંચાયતો ના 2,24, 143 પુરુષ 2,16,953 સ્ત્રી અને અન્ય 4 મળી કુલ 4,41,096 મતદારો પોતાના મતાઅધિકાર નો ઉપયોગ કરનાર છે આમ ચૂંટણી ની તારીખ જાહેર થતા અરવલ્લી જિલ્લામાં ચૂંટણી નો રંગ અગામી સમયમાં જામશે તો નવાઈ નહીં.