GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણમા વેસ્ટ ઓફ કમ્પોસ્ટ પ્લાન્ટ દ્રારા ભીના કચરાનો થાય છે ખાતર તરીકે ઉપયોગ

તા.૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગામે ગામ અને શહેરોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તેમજ લોકોના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. જસદણ નગરપાલિકા દ્વારા વેસ્ટ ઓફ કમ્પોસ્ટ પ્લાન્ટ દ્વારા ભીના કચરાને અલગ કરી તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
માનવ અને પશુના કામનું નથી તે પરાળ, ડાળી-ડાળખા, થડીયા, પાન તથા ઘાસ, નિંદામણ અને પશુઓના ખાધા પછી વધેલો ચારાનો બગાડ, છાણ-મૂત્ર વેગરે ભીના કચરાને અનુકૂળ વાતાવરણ પુરુ પાડીને યોગ્ય પધ્ધતીથી કોહડાવીને કમ્પોસ્ટ ખાતર વનાવવામા આવે છે. આમ જસદણ નગરપાલિકા દ્વારા ભીના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે.






