GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આઇસીડીએસ નવસારી દ્વારા પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૧: પોષણ સંગમ Protocol for Management of Malnutrition in Children કાર્યક્રમ અંતર્ગત CMAM/ EGF કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટેનો વર્કશોપ જિલ્લા પંચાયત નવસારીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને તેમજ  સુશ્રી રીટાબેન પંડ્યા, MD GWEDC અને સુશ્રી નિતા ગામીત Dy. Commissioner WWની ઉપસ્થીતીમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા દ્વારા C-MAM કાર્યક્રમના યોગ્ય સફળ અમલીકરણ માટે તમામ સ્ટાફને મહત્વપુર્ણ સુચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ નાયબ નિયામકશ્રી, સુરત ઝોન/પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા પોષણ સંગમ કાર્યકમ અંતર્ગત અગત્યના ૧૦ પગલાઓ વિશે સમજણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં ટેક હોમ રેશન બાલશક્તિમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ બાળકોના સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ C-MAM & EGF પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યનો પણ સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા કાર્યકમને અનુરૂપ C-MAM & EGF નું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર નવસારી જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તેમજ પોષણ સંગમ મોબાઈલ એપ્લીકેશન બાબતે જાણકારી આપવામાં આવી હતી.

નવસારી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા બાળકોની સારવાર -દેખરેખ અને તેઓને સમયાંતરે આપવામાં આવતી દવાઓ વિશે માહિતી આપવામાં આવ હતી. તેમજ નવસારી જિલ્લાના મોગાર અને મહુડી ગામના સરપંચશ્રીને કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત કરી તેઓના ગામના બાળકોના પોષણસ્તર અને તેઓને આપવામાં આવતી સુવિધા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નવસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, મહિલા અને બાળ અધિકારીશ્રી, તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, તમામ મુખ્યસેવિકાશ્રી, બ્લોક કો.ઓર્ડીનેટર(એન.એન.એમ), બ્લોક ન્યુટ્રીશન મેનેજર તથા પ્રોગ્રામ ઓફિસરશ્રીની કચેરીનો સ્ટાફ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!