મોડાસા જીતપુર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારની હાર,મંગળસિંહ 1374 મત મેળવી વિજય થયા

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા જીતપુર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારની હાર,મંગળસિંહ 1374 મત મેળવી વિજય થયા
મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી લડી રહેલા રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની કારમી હાર થઈ છે જેને લઈને હવે ગ્રામ પંચાયતમાં જે જીતનો ઉમેદવાર છે તેની અંદર ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભીખુસિંહ ના પુત્ર કિરણસિંહ એ ચૂંટણીમાં સરપંચ માટે ઝંપલાવ્યું હતું પરંતુ ક્યાંક પાના ટૂંકા પડ્યા હોય તેમજ સ્થાનિક વિરોધ જોવા મળ્યો જેને લઇ હાર થઇ હોય તે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું વખતે જીતપુર ગ્રામ પંચાયતની અંદર કંઈક નવું રંધાયું અને નવો ઉમેદવારે એક લાંબા માર્જિનથી જીત હાંસેલ કરી છે જેની અંદર મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમાર 623 મત ની લીડ મેળવી આ જીત હાંસલ કરી હતી સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર ની હાર થઇ હતી
⭕▪️રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ મોડાસાની જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં 623 મતે હાર્યા, મંગળસિંહ 1374 મત મેળવીને જીત્યા.





