MORBI:મોરબીમા ભ્રષ્ટાચાર ની ચરમ સીમા, ૨૪ કલાકમાં ડામર પટ્ટી ધોવાઈ ગઈ

MORBI:મોરબીમા ભ્રષ્ટાચાર ની ચરમ સીમા, ૨૪ કલાકમાં ડામર પટ્ટી ધોવાઈ ગઈ
મોરબીમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર એ જાણે એક પ્રથા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, છેલ્લા ચાર વર્ષની અંદર મોરબીની હાલત ગુજરાતના મોટા ગામડા તરીકે બની ગઈ છે કદાચ આના કરતાં ગામડા પણ સારા હશે. ચોમાસુ આવતા પહેલા મોરબી શહેરની અંદર પ્રીમોનસું કામગીરી શરૂ કરવામાં આવેલી પરંતુ માત્ર મોરબી શહેરમાં બે ઇંચ વરસાદ પડતા આ કામગીરી ઉપર મોટા સવાલો ઊભા થયા છે લાખોના ખર્ચાઓ પ્રિમોનસું કામગીરીમાં કરવામાં આવે છે. તેમ છતાં મોરબીની જનતાને સુવિધા ની જગ્યાએ સુવિધાઓ કેમ થઈ રહી છે ? આમ જોઈએ તો મોરબી શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો, ખાડા વાળા રોડ, લેવલ વગરના રસ્તાઓ, શેરીએ ગલીએ કચરાના ઢગલાઓ, રોજની અનેકો ફરિયાદો પણ નિકાલ નહિવત આ નવી ઓળખ મોરબી ની બની ગઈ છે. મોરબી નગરપાલિકામાં અનહદ ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં મોરબી સનાળા રોડ અને રવાપર રોડ વચ્ચે આવેલ રામચોક વિસ્તારની ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર ભ્રષ્ટાચારની હવે તો ચરમશીમાં છે, આ રોડ ઉપર સાંભળવા મળ્યું છે કે શનિવારની રાત્રે રોડ પરના ખાડાઓને પુરવા ડામર પટ્ટી બનાવવામાં આવેલ આ ડામર પટ્ટી ઉપર સોમવારે વરસાદ પડતા સંપૂર્ણ નાશ પામી માત્રને માત્ર આ રોડ પર કપચી સિવાય કશું જોવા ન મળ્યું. તો સવાલ ઉભો થાય છે કે ડામર રોડમાં ડામર વગર કેવી રીતના રોડ બન્યો અને જો ખરેખર નિયમ મુજબ ડામર વપરાયો તો એક જ વરસાદની અંદર 24 કલાકમાં રોડ ધોવાય કેમ ગયો ? ભ્રષ્ટાચારની આ ચરમશીમાં નહીં તો શું કહી શકાય નથી પ્રજાના પૈસાઓ મન ફાવે ત્યાં વેડફાઈ રહ્યા છે તોપણ નથી કોઈ નેતાઓ બોલતા, નથી કોઈ અધિકારીઓ બોલતા, કે નથી કોઈ જનતા બોલતી, જોઈએ મોરબી નગરપાલિકાના અધિકારી આ ઘટનાને તપાસનો વિષય બનાવશે કે પછી આવ હરખા આપણે બે સરખા !







