મોડાસા – રાજેન્દ્રનગર રસ્તો ખરાબ હોવાથી વારંવાર અકસ્માત, નિર્દોષ લોકો બની રહ્યા છે ભોગ- માર્ગ મકાન વિભાગનું ધીમું કામ
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા – રાજેન્દ્રનગર રસ્તો ખરાબ હોવાથી વારંવાર અકસ્માત, નિર્દોષ લોકો બની રહ્યા છે ભોગ- માર્ગ મકાન વિભાગનું ધીમું કામ
છેલ્લા કેટલાય સમયથી મોડાસા થી રાજેન્દ્રનગર સુધીના રસ્તાનું નવીન કામ હાથ ધરવામાં આવ્યું છે છતાં આ રસ્તાનું કામ હજુ પૂર્ણ થયું નથી, વારંવાર અકસ્માત થાય છે ખરાબ રસ્તાને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. એક તરફના રસ્તા પર બંને બાજુના વાહનોની અવરજવર શરૂ છે છતાં તંત્ર ને કેમ નથી દેખાતું..? તે પણ એક સવાલ છે. કરોડો રૂપિયાના કામોમાં પણ હવે ધીરે ધીરે કામ થતા હોય છે અને અક્સ્માતમાં નિર્દોષ લોકો ભોગ બને છે.
ફરી એક વાર ખરાબ રસ્તાને કારણે અને એક બાજુ બંને સાઇડના સાધનાઓ ની અવરજવર હોવાથી મેઢાસણ ચોકડી પાસે ખંભીસર રોડ તરફ દુકાનો આગળ ઈકો અને કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં ઈકોમાં બેસેલ માણસને કપાળ ની ભાગે ગંભીર ઇજા પહોચતા તત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. બને સાધનોને મસમોટુ નુકશાન થયું છે. ખરાબ રસ્તાને કારણે ઈકો ગાડી અને કાર સામ સામે આવતા ઘટના બની હતી.