MODASA

અરવલ્લીના ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય બાંભવાની દબંગગિરી અને દાદાગીરી સામે આવી છે, વિડિઓ થયો વાયરલ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય બાંભવાની દબંગગિરી અને દાદાગીરી સામે આવી છે, વિડિઓ થયો વાયરલ

મોડાસા-શામળાજી હાઇવે પર રાત્રિના 10 ના અરસામાં મરડિયા સ્ટેશન નજીક બેરિકેડ મુકી વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન થી સુરત હોસ્પિટલ જતા રાજસ્થાની પરિવારની કારને રોકતા કાર ઊભી રાખતા ટીંટોઇ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય બાંભવાએ દારૂ પીધેલી હાલતમાં પોલીસનો રોફ અને અનૈતિક દાદાગીરી બતાવીને દંડો મારી ગાડીનો કાચ તોડી નાખ્યા હોવાનાં આક્ષેપો ઉઠ્યા છે કારમાં સવાર બે નાના બાળકો અને બે મહિલાઓ ઉપર દયા કે માણસાઈ રાખ્યા વગર મહિલા સાથે ઝપાઝપી અને દંડો મારીને કારના કાચ તોડી નાખીને ગેર વર્તણૂંક કરતા પોલીસ કર્મીથી રાજસ્થાની પરિવાર ગભરાઈ ગયું હતું.આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડને થતા ઘટના સ્થળે પહોંચીને બનેલ ઘટનાની જાણ જિલ્લા પોલીસવડા તથા ASP સંજય કેશવાલાને કરી હતી. ત્યારે રાજસ્થાનના પરિવાર સાથે બેશરમી વર્તન કરતા અને ખાખીને બદનામ કરતા પોલીસકર્મી સંજય બાંભવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!