નસવાડી તાલુકાના વઘાચ સી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા ૧૫૦૦ લીમડાના છોડ વિતરણ કરી એક શૈક્ષણિક નવતર પ્રયોગ હાથ ધરાયો
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકા વઘાચ સી.આર.સી શ્રી ડીંડોર અર્જુનભાઈ દ્વારા ૧૫૦૦ લીમડાના છોડ બાળકોને આપી શૈક્ષણિક નવતર પ્રયોગ હાથ ધર્યો. વઘાચ પ્રાથમિક શાળા ખાતે એમ.આર. રાહુલજી માધ્યમિક શાળા વઘાચના આચાર્ય શ્રી સંજયભાઈ રાજપુત અને વઘાચ ગૃપાચાર્યશ્રી નિલેશભાઈ રબારીની અધ્યક્ષતામાં લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ભાખા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષકશ્રી માયાવંશી રાજુભાઈ, ખીચડીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી વિષ્ણુભાઈ પટેલ, ખરેડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી જીગરભાઈ પટેલ, ભાખા ન.વ. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી ઉશનભાઈ રાઠવા, ડણી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી રયજીભાઈ પરમાર,માતોરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી અર્જુનભાઈ રાઠવા, સિંધડીયા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષકશ્રી હસમુખભાઈ તરબદા,ખડકીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી નરેન્દ્રભાઈ હળપતિ, હમીરપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી પુષ્પલભાઈ પટેલ, આંબાપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી પ્રજ્ઞેશભાઈ, કાડકોચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી ભાવનાબેન, આશ્રમશાળાના આચાર્યશ્રી મનીષાબેન તથા વઘાચ પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહી નવતર પ્રયોગને સફળ બનાવવા હાકલ કરી. સી.આર.સી.કોડીનેટર વઘાચશ્રી અર્જુનભાઈ ડીંડોર દ્વારા નવતર પ્રયોગની વિગતે સમજૂતી આપવામાં આવી અને નવતર પ્રયોગનો હેતુ સમજાવ્યો. વઘાચ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી શ્રીમાળી અર્થ રજનીકાંત દ્વારા વૃક્ષ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વઘાચ ક્લસ્ટરની તાબાની તમામ શાળાના શિક્ષકોએ આ શૈક્ષણિક નવતર પ્રયોગને આગળ લઈ જવા સહકાર આપવા જણાવ્યું. બાળકોએ પણ ઉત્સાહભેર લીમડાના રોપા રોપવા ઉત્સાહ દર્શાવ્યો. આ નવતર પ્રયોગથી બાળકો વૃક્ષ પ્રેમી બનશે, વૃક્ષનું જતન કરશે, વૃક્ષોનો નાશ થતો અટકશે, વર્તમાન સમયમાં વધતી જતી ગરમી વિશે સમજશે, ગ્લોબલ વોર્મિંગથી થતી અસરો વિશે જાણશે. આરોગ્યની દ્રષ્ટિએ લીમડાનું મહત્વ વિશે બાળકો સમજશે.