NATIONAL

અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીની જંગમાં ઘૂળ ચટાડી

અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે.

ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીની જંગમાં ઘૂળ ચટાડી છે. દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ હતી. અહીં ત્રણ પાટીદાર ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમા ઉતર્યા હતા, પરંતુ અહી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે.
અપક્ષ ઉમેદવાર અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા છે. ઉમેશ પટેલ પાસે કોઈ કાર્યકર્તાઓની ફૌજ ન હતી, તેઓ એકલા હાથે દીકરી સાથે મત માંગવા નીકળ્યા હતા.

ઉમેશ પટેલ ખરેખર આ સફળતાના હકદાર છે. કારણ કે, તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા પણ. તેમના ચૂંટણી પ્રચારની સ્ટાઈલ લોકોને વધુ સ્પર્શી ગઈ હતી. કારણ કે, લોકો પાસેથી એક-એક રૂપિયો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા. ફાળો માંગવા તેમણે પોતાના મત વિસ્તારમાં લોકોના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. સંઘ પ્રદેશ દમણ-દીવમાં મોટો અપસેટ સર્જાયો. ત્રણ વખતથી વિજેતા ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ છે. તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો ભારે નારાજ હતા. જેની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી.
સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અપક્ષ ઉમેદવાર લોકો પાસે ઉમેશ પટેલ મતની સાથે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગ્યો હતો અને લોકો પણ તેમને હોંશે હોંશે ફંડ આપી રહ્યા છે. ઉમેશ પટેલ એકલા હાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ ન હતી. તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. તેઓ મતદારો પાસે મત માગતા હતા અને સાથે તેમના ચરણ સ્પર્શ પણ કરતા હતા. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો મત અને આશીર્વાદ માંગતા અને ત્યારબાદ પોતાના માટે મત માંગતા હતા.

દેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત જ માગતા હોવાની અપીલ કરતાં જોવા મળ્યા હતા. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેઓ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માગી રહ્યા હતા અને લોકો પણ હોંશે હોંશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપ્યો હતો.
ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજની સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા હતા અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા હતા. જોકે વર્ષ 2019 માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે ન હતો પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર. પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા અને મતદારો પાસે ગયા હતા. તેઓ ન માત્ર મત માંગતા, પરંતુ મત માગવાની સાથે તેઓ મતદારોના ચરણ સ્પર્શ કરી અને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગ્યું હતું.

Back to top button
error: Content is protected !!