અમદાવાદના વડીલ કે કેર સેન્ટરમાં તબીબો એમ જ નર્સિંગ સ્ટાફ હોળીની ઉજવણી કરતા વડીલો એના ચહેરા ઉપર ખુશીની સ્મિત જોવા મળી

16 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અમદાવાદ સેટેલાઈટ રોડ ઉપર વર્ષોથી ચાલતું સદવિચાર પરિવાર સંચાલિત વૃદ્ધ દર્દીઓ માટેનું કેર સેન્ટર જેમાં આ હોળી ધુળેટી તહેવારોમાં ઉજવણીઆ વડીલોને નર્સિંગસ્ટાફ તેમજ ડોક્ટરોએ ભેગા મળી હોળી. ધુળેટી તહેવાર ઉજવી ણીકરી ખુશીની સહભાગી બન્યા હતા કેરમાં સેવા લેતા દર્દીઓ ને રંગો પ્રેમ નો ચેહરા ઉપરશાસ્ત્ર કરી મો મીઠું કરાવતા વડીલોના ચહેરા પર સ્મિત જોવા મળી હતી તમામ સ્ટાફને વડીલોએ ભરપૂર આશીર્વાદ આપ્યા હતા હોળી ધુળેટીના નો પાવન પર્વ ! આપણે બધા લાલ પીળા રંગોથી એકબીજાને રંગી મોઢું મીઠું કરાવી આવતી વસંતને વધાવીએ. ત્યારે સદવિચાર પરિવાર નાં ડો કે આર શ્રોફ સેવાસદન માં દાખલ દરદીઓ પાસે હું ઓર્ગેનિક બે રંગો અને પેંડાનાં પેકેટ સાથે પહોચ્યો. સવાર નાં સાત વાગ્યા થી ડ્યુટી પર આવેલો સ્ટાફે આજે ક્યાં રંગો થી હોળી ઊજવી હશે? કોને સવારમાં મોઢું મીઠું કર્યુ હશે?
બસ શરુઆત કરી હાઊસકિપીંગનાં સ્ટાફ, નર્સિંગ સ્ટાફ દક્ષાબેન, રાહુલભાઈ, રંજનબેન રેખાબેન અને બધા જ સ્ટાફનાં નાનાં નાનાં રંગનાં ચટકા કર્યા અને બધાને મિઠાઇ ખવડાવી અને બધાનાં મોઢાં પર અહોભાવ આવે કે “ સાહેબ તમે?”
“ કેમ તમે આપણાં સદવિચાર પરિવાર નાં મેમ્બર નથી, અને મારી બહેનો દિકરીઓ આપણા દરદીઓ માટે સવારે આઠ વાગે આવી જતી હોય તો હું તેમને ધુળેટી ઊજવવા ન આવુ?”
પછી તો દરેક દર્દીનાં બેડ પર જઈ, લાલ પીળા રંગનાં ટપકાં કર્યા અને પેંડા ખવડાવ્યા જેને ડાયાબિટીસ હોય તેને નાનો ટુકડો અને બાકીનાં ને એક બે ! પણ કોઈ બોખા મોઢા પર આવી જતું સ્મિત, તો કોઈ વ્રજભાષી માડી નાં મોઢે ગવાતું હોળી ગીત તો કોઈ “ તમારુ જોડું અમર રહે, તમારા છોકરા સુખી રહે” જેવા સજળ આંખે આપતાં આશિર્વાદ મારી અને મારી સાથેનાં સ્ટાફની આંખો ભીની કર્યા વગર રહી શકતી ન હતી. પેલાં લકવા ને લીધે વહેલી શકતાં ભાઈ પરાણે તુટક તુટક
“ હેપી હોલી “ બોલે ત્યારે સાથે રહેલી બહેન ચુપચાપ રડી રહી હોય જોઈ કોઈપણ દ્રવી જાય! દરેકનાં પોતાના દર્દ હતાં, દુઃખ હતાં પણ આ પર્વનાં રંગનાં ચટકાનાં જાદુ એ મોઢાપર ખુશાલી લાવી દેતી હતી અને એ જોઈ અમારા સ્ટાફ અને મારા ચેહરા પર સ્મિત આવી જતું અને તેથી જ આ આનંદનો તહેવાર કહેવાતો હશે!
આવો છે અમારો સદવિચાર પરિવાર, આવો છે સેવા સદનની પર્વ ઊજવણી. દરેક દર્દીનાં પોતાના આ ઊજવણી નાં ફોટા મોકલી તેમને જીવનની યાદગીરી બનાવી.
આ સાથે મોકલેલ ફોટા જોઈ આપ પણ સસ્મિત ન થાવ તો મને કહેજો! વૃદ્ધ સેવા એ પ્રભુ સેવા આ ઉપદેશ સાર્થક કર્યું છે
ડો. પ્રફુલ નાયક એ જણાવ્યું હતું




