
તા.૦૧.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના ભામણ ગામમાં બાળકોના ભવિષ્યને સુધારવા અને સ્વસ્થ રાખવા પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવી ખુબ જ જરૂરી
પ્રાકૃતિક ખેતી આપણને પ્રકૃતિ સાથે જોડી રાખે છે. પ્રાકૃતિક ખેતી થકી મને વાર્ષિક લખોની આવક મળી રહે છે.-પ્રગતિશીલ ખેડૂત ફુલવંતીબેન માલ પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનુ અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે-ફુલવંતીબેન માલ સંજેલી તાલુકાના રહેવાસી ફુલવંતીબેન માલ વર્ષ 2012 થી પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના પરિવારને આપી રહ્યા છે શુદ્ધ અને સાત્વિક ખોરાક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામના રહેવાસી શ્રીમતી ફુંલવંતીબેન હુરસીંગભાઇ માલ તેઓ વર્ષ 2012 થી પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં તમામ ધાન્ય પાક અને શાકભાજી કરે છે. ફૂલવંતી બેન જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ 2012 માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતના એક બે વર્ષમાં ધાન્ય પાકોમાં અનાજનો ઉતારો થોડો ઓછો આવ્યો પરંતુ રાસાયણિક ખાતરો અને દવાઓનો છંટકાવ કર્યા વગર દરેક ઋતુમાં પાકના ધાન્ય પાક જેમાં મકાઇ, ઘઉ, ચણા, ડાંગર, મગ, સોયાબિન સહિતના પાકમાં સારી ઉપજ મળે છે.હાલ ફુંલવંતીબેન સંજેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈને સખીમંડળની બહેનો અને અન્ય ખેડૂતભાઇઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ સૂચના આપે છે. સાથે પ્રાકૃતિક ખેતીની પધ્ધતીથી માહિતગાર કરે છે. ખેડૂતોને તાલીમ માટે આત્મા પ્રોજેક્ટ દાહોદ સુધી મોકલવાની વ્યવસ્થા કરી આપે છે. એમનો મુખ્ય ઉદ્દેશ છે કે, દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે. પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી ખેડૂતો પોતાના સ્વાસ્થ્ય સહિત આર્થિક સ્થિતિમાં પણ સારો સુધાર લાવી શકે છે.હાલ તેમના ઘરે શાકભાજીમાં તેઓ ટામેટા, રીંગણ, બટાકા, ડુંગળી, મરચા, પાલક, પરવળ, દુધી, ચોળી, ધાણા, અળવી સહિતના શાકભાજી કરેલા છે. પપૈયા અને આંબા જેવા ફળપાક પણ કરી રહ્યા છે. તેઓ ગૌમુત્રમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવીને છંટકાવ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક રીતે થતાં પાક કે શાકભાજીમાં સ્વાદ અને મીઠાશ અલગ છે. પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનુ અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે. જેથી નાના મોટા રોગોથી છુટકારો મળ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ફુંલવંતીબેનનું કહેવું છે કે, દાહોદ જિલ્લાના દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ બંધ કરે અને પ્રાકૃતિક ખેતી કરે જેના માટે પોતાના ઘરમાં ગાય રાખવી જોઈએ. જેમાંથી જીવામૃત ઘન જીવામૃત તૈયાર કરી શકાય અને ખેતી માટેનો ઉપયોગ ખૂબ અસરકારક થાય છે કેમ કે તેનાથી જમીન પોચી ઉપજાઉ બને છે. સાથે તેમણે તમામ ખેડૂતોને વિનંતી કરી કે “દરેક ખેડૂતો પાછા પ્રાકૃતિક ખેતી તરફ ફરો”. ફુંલવંતીબેનને કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં ઉચ્ચ સિધ્ધી હાસલ કરીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા બદલ આત્મા પોજેક્ટ દ્વારા પ્રશસ્તિપત્ર સાથે સંજેલી તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ પેટે રૂપીયા 10 હજાર પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. તદ-ઉપરાંત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ એક્સટેન્સન એજ્યુકેશન ગુજરાત દ્વારા પ્રગતીશિલ ખેડૂત તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે





