NATIONAL

મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધ-દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો સોમવારથી લાગુ થશે. અમૂલ ગોલ્ડ,અમૂલ શક્તિ,અમૂલ ટી સ્પેશિયલ સહિત પ્રતિ લીટર એ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લીટર 54 ચૂકવવા પડશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના 62ની જગ્યાએ  64 રૂપિયા આપવા પડશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને(GCMMF)એ તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. 3 જૂનથી આખા દેશમાં નવો ભાવ લાગુ થશે. અમૂલ દૂધ સિવાય દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી અમલમાં આવશે.

Back to top button
error: Content is protected !!