પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુઃ 10 વર્ષમાં 30 ટકાનો વધારો
ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે.

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે.
આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે.
સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે.
વર્ષ 2023માં કયા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરથી વધુ મૃત્યુ
| રાજ્ય |
મૃત્યુ |
| ઉત્તર પ્રદેશ | 11,451 |
| મહારાષ્ટ્ર | 7265 |
| પ.બંગાળ | 6472 |
| તામિલનાડુ | 5926 |
| બિહાર | 5786 |
| કર્ણાટક | 5388 |
| મધ્ય પ્રદેશ | 4634 |
| આંધ્ર પ્રદેશ | 4435 |
| ગુજરાત | 4280 |
| રાજસ્થાન | 4274 |
| દેશમાં કુલ |
82,429 |
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ
| વર્ષ |
ગર્ભાશય કેન્સર |
બ્રેસ્ટ કેન્સર |
| 2019 | 1645 | 3850 |
| 2020 | 1645 | 3955 |
| 2021 | 1690 | 4062 |
| 2022 | 1735 | 4170 |
| 2023 | 1781 | 4280 |
| કુલ |
8,451 |
20,317 |
વર્ષ 2023માં કયા રાજ્યમાં ગર્ભાશયના કેન્સરથી વધુ મૃત્યુ
| રાજ્ય |
મૃત્યુ |
| તામિલનાડુ | 3755 |
| મહારાષ્ટ્ર | 3171 |
| ઉત્તર પ્રદેશ | 4763 |
| પ.બંગાળ | 2692 |
| બિહાર | 2415 |
| કર્ણાટક | 2156 |
| મધ્ય પ્રદેશ | 1926 |
| આંધ્ર પ્રદેશ | 1788 |
| ગુજરાત | 1781 |
| રાજસ્થાન | 1775 |
| કુલ |
35,691 |




