NATIONAL
5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

જીએસટી કાઉન્સિલે આજે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકાનું નવું માળખું મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બે દિવસીય બેઠક આવતીકાલે પૂરી થશે.
જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયે 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે. બેઠક બાદ હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ કહ્યું કે, બેઠકમાં હાજર તમામ સભ્યો જીએસટી દરને યોગ્ય બનાવના પક્ષમાં સહમત થયા છે. હવે પાંચ ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ હશે, જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાગુ થશે.




