GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાજકોટ હાઈવે પર પગપાળા ચાલીને જતા યુવાનને કાર ચાલકે હડફેટે લીધો

 

MORBI:મોરબી રાજકોટ હાઈવે પર પગપાળા ચાલીને જતા યુવાનને કાર ચાલકે હડફેટે લીધો

 

 

મોરબી રાજકોટ હાઈવે પરથી પગપાળા ચાલીને જતા યુવાનને કાર ચાલકે હડફેટે લીધો હતો જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી વાહન લઈને ચાલક નાસી ગયો હતો પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મોરબીના રવાપર રોડ પર રહેતા રમેશભાઈ રમણીકભાઈ સનાળિયા (ઉ.વ.૨૫) નામના યુવાને હોન્ડા સીટી કાર જીજે ૦૩ જેએલ ૮૦૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રમેશભાઈ મોરબી રાજકોટ હાઈવે પર સિદ્ધિ વિનાયક ટોયોટા શો રૂમ પાસે પગપાળા ચાલીને જતો હતો ત્યારે કાર ચાલકે યુવાનને ટક્કર મારી માથામાં, હાથ-પગમાં અને શરીરે ઈજા કરી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!