GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: જલાલપોર તાલુકાના ચોખડ-ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામગીરીનો પ્રારંભ,હેરીટેજ માર્ગને મળ્યો નવા વેગ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચોખડ – ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામનો પ્રારંભ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી દ્વારા કરવામાં આવ્યો છે. કુલ રૂ. ૧૫૦ લાખના ખર્ચે હાથ ધરાયેલ આ મહત્વપૂર્ણ વિકાસકાર્યને ગુજરાત સરકાર તરફથી  મંજૂરી મળી ગઇ  છે. ગુજરાત સરકારે આ માર્ગને તેની ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને હેરીટેજ રોડ તરીકે જાહેર કર્યો છે. મહાત્મા ગાંધીજીની પ્રસિદ્ધ દાંડી કૂચ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મહત્વના માર્ગોમાંનો એક હોય, આ રસ્તાને ખાસ સંરક્ષણ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ચોખડ – ધામણ રોડ પર રિસર્ફેસિંગના કામગીરી  હેઠળ માર્ગની જૂની સપાટી દૂર કરીને નવી તકનીકથી  મજબૂત  કરવામાં આવી રહયો  છે. માર્ગની સપાટી વધુ ટકાઉ બને, વરસાદી નુકસાન ઓછું થાય અને લાંબા સમય સુધી ઉપયોગી રહે તે દિશામાં ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ તેમજ  ગુણવત્તા ધોરણોનું પાલન થાય તે માટે સતત તકનીકી દેખરેખ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દ્વારા રાખવામાં આવી રહી છે.

કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનશે. ધૂળ, ખાડા અને અસમતા જેવી હાલની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગામો વચ્ચેનું સંચાર વધુ સુચારૂ બનવાથી સ્થાનિક વેપાર, શિક્ષણ તેમજ રોજિંદા મુસાફરીને વિશેષ લાભ થશે.ચોખડ – ધામણ રોડ હવે માત્ર પરિવહન માર્ગ નહીં, પરંતુ ઐતિહાસિક વારસો અને આધુનિક સુવિધાઓનો સુંદર સમન્વય બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!