NATIONAL

ઓટીપીને કારણે 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ !!!

ઓટીપીને કારણે એક યુવતીને તેની આબરુ ગુમાવાનો વારો આવ્યો હતો. મહારાષ્ટ્રના પુણેમાં કોંધવામાં એક પોશ સોસાયટીમાં કુરિયર ડિલિવરી બોય તરીકે ઓળખાતા એક વ્યક્તિએ 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેઓ ખોટા પાર્સલને નામે ફ્લેટમાં ઘુસી ગયો હતો અને કુકર્મ આચર્યું હતું. ડિલિવરી બોયે ઓટીપીને ઉપયોગમાં લીધો હતો અને તેને આધારે તેની હવસ સંતોષી લીધી હતી.

બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે તે સોસાયટીમાં કુરિયર ડિલિવરી બોય તરીકે પ્રવેશ્યો હતો ત્યારે યુવતીએ કહ્યું કે તેણે તો કોઈ પાર્સલ મંગાવ્યું નથી પરંતુ ડિલિવરી મેને આગ્રહ કરતાં તે ઓટીપી લેવા ઘરમાં ગઈ બરાબર લાગ જોઈને ડિલિવરી મેને અંદર ઘુસીને બારણું બંધ કરી દીધું બસ પછી અંદર જઈને તેણે યુવતીના ચહેરા પર કંઈક છાંટ્યું પછી તે બેભાન થઈ ગઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

રેપ બાદ આરોપીએ યુવતીનો મોબાઈલ લીધો અને તેના વડે સેલ્ફી લીધી હતી અને ભયાનક સંદેશ છોડી દીધો જેમાં લખ્યું હતું, “હું પાછો આવીશ”. પોલીસે કેસ નોંધ્યો છે, અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ઝોન 5 પુણે શહેરના ડીસીપી રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે મહિલા સાંજે 7:30 વાગ્યાથી બેભાન હતી.

Back to top button
error: Content is protected !!