NATIONAL

ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં મોટા ફેરફાર NEETના સ્થાને NExT પરીક્ષા રહેશે !

ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નેશનલ મેડિકલ કમિશને (NMC) જણાવ્યું છે કે, મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NExT)ને લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા લાગુ થવાથી NEETના સ્થાને NExTને રહેશે અને ડૉક્ટર બનવાની સમગ્ર પ્રક્રિયામાં બદલાવ આવશે. જોકે, NExT હાલ તો તાત્કાલિક ધોરણે લાગુ કરાશે નહીં. તેવામાં ચાલો જાણીએ NEETએ  NExTમાં કઈ રીતે પરિવર્તિત થશે અને ડૉક્ટર બનાવની આખી પ્રક્રિયા વિશે.

અત્યાર સુધીમાં NEET દ્વારા મેડિકલ કોલેજમાં MBBS અને BDS કોર્ષ માટે એડમિશનની પ્રક્રિયા થતી હતી. જ્યારે હવે NMC અનુસાર, આગળ જતાં ડૉક્ટર બનવા, મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા અને ગ્રેજ્યુએટમાં પ્રવેશની પ્રક્રિયા એક જ પરીક્ષા NExTને ધ્યાને લેવાશે. NExTને એક કોમન એક્ઝામ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેનાથી દેશની તમામ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું મુલ્યાંકન એક જ સ્તરે થઈ શકે. આનાથી મેડિકલ એજ્યુકેશનની ક્વોલિટી અને ડૉકટરોની ક્વોલિફિકેશનમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.

NMCના ચેરમેન મુજબ, ‘NExT પરીક્ષાને ઓગસ્ટ, 2025થી લાગુ કરવાની યોજના હતી, પરંતુ તેને સ્થગિત કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાને તરત જ લાગુ નહીં કરાય, પરંતુ પહેલા તેની તૈયારી, સ્ટ્રક્ટર અને ફીડબેક પર કામ કરાશે.’ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન સાથે મળેલી બેઠક બાદ NMCએ જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર વર્ષ સુધી મૉક ટેસ્ટ આયોજિત કરાશે. આ ટ્રાયલ પરીક્ષા પછી ચકાસવામાં આવશે કે, NExTને લાગુ કરવું કેટલું યોગ્ય છે. NExTનો સંપૂર્ણ ખર્ચ NMC ઉઠાવશે.

NExT પરીક્ષાને લઈને પહેલા જ અનેક વિદ્યાર્થીઓ અને ડૉક્ટર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 2019માં NMCએ વર્ષ 2023 માટે NExT પરીક્ષા આયોજિત કરવાની યોજના બનાવી હતી, જોકે, વિદ્યાર્થીઓના વિરોધને પગલે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. વિરોધ કરનારાઓએ દલીલ કરી હતી કે, આ પરીક્ષા NMC એક્ટ 2019ની જોગવાઈઓ વિરુદ્ધ છે અને શૈક્ષણિક દબાણ વધારશે.

જો NExT લાગુ કરવામાં આવેશે તો, NEET-PG, FMGE અને MBBS અંતિમ વર્ષની પરીક્ષા નાબૂદ થઈ જશે. હકીકતમાં જો NExT લાગુ કરવામાં આવે તો MBBS વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષની પરીક્ષાને બદલે NExT આપવી પડશે. પોસ્ટગ્રેજ્યુએટમાં એડમિશન ફક્ત NExT મેરિટ આધારિત મળશે. વધુમાં, વિદેશી MBBS વિદ્યાર્થીઓને હવે FMGE અલગથી આપવાની જરૂર રહેશે નહીં. તેઓ ભારતીય વિદ્યાર્થીઓ સાથે NExTમાં પણ ભાગ લઈ શકશે.

Back to top button
error: Content is protected !!