NATIONAL

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો, 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે.  આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે.

સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા તમામ સાત લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. કોરોના ઉપરાંત, તેમને કેન્સર, કિડની અને ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. પહેલી જાન્યુઆરી 2025 પછી કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 35 મૃત્યુ થયા છે.  જ્યારે દિલ્હીમાં 67 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ જીવ ગુમાવ્યો, તેમને ફેફસાંનું કેન્સર પણ હતું. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેન્સર, કિડની રોગ અને હૃદય જેવા બીમારી હતી.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ, તો કેરળમાં સૌથી વધુ 1,920 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્યારબાદ ગુજરાતમાં 1,433, દિલ્હીમાં 649 અને મહારાષ્ટ્રમાં 540 કેસ એક્ટિવ કેસ છે. નવા કેસોની વાત કરીએ સોમવારે (16મી જૂન) દેશમાં કુલ 119 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ 87 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 38 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં 37 અને દિલ્હીમાં 33 નવા કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં પણ કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા.

Back to top button
error: Content is protected !!