NATIONAL

દિલ્હી પછી બિહારના સિવાનમાં 4.0ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

સોમવારે સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પૃથ્વી ઘણી સેકન્ડ સુધી હચમચાવતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.

થોડીક સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉત્તર ભારતમાં એક પછી એક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વહેલી પરોઢે દિલ્હીમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ (4.0)ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડર ફેલાયો છે. માહિતી અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમામ લોકોને અમે શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આજે જ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાનીની ધરતી થોડીક સેકન્ડો સુધી ધ્રૂજતી રહી. લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હીના ભૂકંપની તીવ્રતા પણ 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર પૃથ્વીથી 5 કિલોમીટરની ઊંડાઈએ દિલ્હી નજીક હતું.

પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!