12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ
પંજાબના અમૃતસર જિલ્લામાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના બની છે. અજનાલા પોલીસે પાંચ આરોપી વિરૂદ્ધ અપહરણ અને સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ સગીરાનું અપહરણ કરી તેને બોલેરોમાં જલંધર લઈ ગયા હતાં.
પીડિતા ગમે-તેમ કરી આરોપીઓની પકડમાંથી ભાગી છૂટવા સફળ થઈ હતી. તેણે અજાણ્યા વ્યક્તિ પાસે મદદ માગી ઘરે ફોન કર્યો હતો અને પરિવારને આપવીતિ જણાવી હતી. સબ ઈન્સ્પેક્ટર બીના રાનીએ જણાવ્યું કે, આરોપીઓની શોધખોળ થઈ રહી છે. પીડિતાની ફરિયાદના આધારે અજનાલા પોલીસે કરીમપુરાનો રહેવાસી ગુરપ્રીત સિંહ, ગુરશરણ સિંહ અને જસકરણ સિંહ સહિત પાંચ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.
પીડિતાએ જણાવ્યા પ્રમાણે, બારમા ધોરણમાં અભ્યાસ કરતી પીડિતા 29 મેના રોજ ઘરેથી બસમાં શાળાએ જવા નીકળી હતી. રસ્તામાં આરોપી તેને મળ્યા હતાં. તે તેમને ઓળખતી હતી. આરોપીએ તેને કહ્યું હતું કે, તારા પિતાની પોલીસે ધરપકડ કરી છે. તે રામદાસ પોલીસ સ્ટેશનમાં બંધ છે. અમે પણ ત્યાં જ જઈ રહ્યા છીએ, તને પણ ત્યાં મૂકી જઈશું. આ સાંભળી તે આરોપી સાથે બોલેરો કારમાં બેસી ગઈ. તમામ આરોપી તેને જલંઘરના કોઈ ગામમાં ખેતરમાં બનેલા અવાવરૂ ઘરમાં લઈ ગયા હતા. ત્યાં તમામે તેના પર સામૂહિક દુષ્કર્મ ગુર્જાયો હતો. બાદમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંજે આરોપી ત્યાંથી જતાં રહેતાં તે ભાગી છૂટવા સફળ થઈ હતી. બહાર ગામમાં જઈ તેણે લોકો પાસે મદદ માગી હતી. ત્યારે તેને જાણ થઈ છે કે, જલંધરના કોઈ ગામમાં છે.