હાલોલ-પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોનુ તંત્રને આવેદનપત્ર,પ્લે કાર્ડ દર્શાવી મૌન રેલી યોજી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૯.૨૦૨૪
સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા સરકારી નિયમો ના કારણે હેરાન પરેશાન થયેલા ઉદ્યોગકારો દ્વારા પોતાના ઉદ્યોગો ચલાવવા અંગે તેઓની વારંવાર ની રજૂઆતો છતાં એ સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા ઉદ્યોગકારોએ તા. ૨૦.ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ થી જીઆઇડીસી ખાતે આવેલા અંદાજિત ૩૦૦ જેટલા ઉદ્યોગો સદંતર બંધ થતા ઉદ્યોગોમાં રોજીરોટી મેળવતા અંદાજિત 8000 જેટલા કામદારોની રોજી રોટી છીનવાતા કામદારો દ્વારા 15 દિવસ બાદ ગુરૂવારના રોજ તેઓને રોજેરોટી ના પ્રશ્નો ઉદ્યોગો ચાલુ કરાવવાની માંગ સાથે મૌન રેલી યોજી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હાલોલ કચેરી ખાતે તેમજ હાલોલ મામલતદાર ખાતે આવેદનપત્ર આપી ઉદ્યોગો ચાલુ કરાવવાની માંગ કરી છે.હાલોલ મધ્ય ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન ના હબ તરીકે ઓળખાય છે આ ઉદ્યોગકારો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન ને લઈને સરકાર દ્વારા વારંવાર બદલાતા નિયમોને પગલે ભારે આર્થિક બોજો સહન કરવો પડતો હોય ઉત્પાદન કરવું તેમજ ધંધો ચલાવો અસહ્ય લાગતો હોવાથી 15 દિવસ અગાઉ તમામ પ્લાસ્ટિક ઉદ્યોગો ઉદ્યોગકારો દ્વારા બંધ કરી દેવામાં આવતા આ ઉદ્યોગોમાં રોજીરોટી મેળવતા અંદાજિત 8000 જેટલા કામદારો પ્રત્યક્ષ રીતે બેરોજગાર બની ગયા છે.જ્યારે પરોક્ષ રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજિત 2000 જેટલા લોકો ને પણ રોજેરોટી ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે આ કામદારો સાથે તેઓના પરિવારજનો પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.જ્યારે ઉદ્યોગો બંધ થયા 15 દિવસ જેટલો સમય વિતવા છતા ઉદ્યોગો પુનઃ શરૂ ન થતા આર્થિક સંકટનો સામનો કરી રહેલા કામદારો દ્વારા અંતે ગુરુવારના રોજ જીઆઇડીસી ખાતે મૌન રેલી પ્લે કાર્ડ સાથે યોજી વિશાળ સંખ્યામાં કામદારો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રીજનલ ઓફિસ હાલોલ ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કામદારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અમો પ્લાસ્ટિક ઉદ્યોગના કામદારો છીએ અમો રોજીરોટીનું સંકટ અનુભવી રહ્યા છે હાલોલ જીઆઇડીસીના પ્લાસ્ટિક ઉદ્યોગો બચાવો રોજગારી બચાવો તેમજ હું વિશ્વાસ સ્ત્રી છું પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરતી હતી જે બંધ થતા મારુ ગુજરાન કઈ રીતે ચલાવવું તેમજ આવેદનપત્રના માધ્યમથી જીપીસીબી ની હેરાનગતિથી પ્લાસ્ટિક ઉદ્યોગકારો ઉદ્યોગ બંધ કરતાં અમો બેરોજગાર થયા છીએ તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અમારી રોજગારી નું શું ? અમારા ઉદ્યોગકારોએ બધી જગ્યાએ રજૂઆતો કરેલ છે પણ તેનો નિકાલ આવતો નથી તો પછી અમારું કામદારોનું શું થશે ? જ્યારે મોટા ઉદ્યોગો રોજગાર લોકલ માણસોને આપતા નથી નાના પ્લાસ્ટિક ઉદ્યોગો બંધ કરેલ છે તો પછી અમારા કામદારોનું શું થશે? ઉદ્યોગકારો તેમના એકમો ભાડે આપીને તેમનું ગુજરાન ચલાવશે તો અમારા પરિવારોનું ગુજરાન કેવી રીતે ચલાવીશું જેવા વેધક પ્રશ્નો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રમાણે હાલોલ નગર ખાતે પણ પ્લે કાર્ડ સાથે મૌન રેલી યોજી કામદારો દ્વારા રોજગારીની વ્યથા ને લઈને આવેદનપત્ર હાલોલ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.









