MEHSANAMEHSANA CITY / TALUKO
મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર ત્રણ દિવસમાં સાદી રેતીની ગેરકાયદેસર હેરાફેરી કરતા 9 ડમ્પર જપ્ત કરીને કુલ 2.70 કરોડનો માલ સિઝ કરવામાં આવ્યો.
માટી ભરેલા ડમ્પર પકડાયા.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા
મહેસાણા ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે જુદાજુદા સ્થળે ઉપરથી ગેરકાયદેસર માટીની હેરાફેરી અને પુરાણ કરી રહેલા 6 ડમ્પરોને પકડીને સીઝ કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા દંડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી, જેમાં બેચરાજીના મોટપ મોઢેરા રોડ પર ખાનગી માલિકીની જગ્યા માંથી ગેર કાયદેસર રીતે માટીનું પુરાણ કરતા બે ડમ્પરો સીઝ કરીને સલામત જગ્યાએ રાખવામાં આવ્યા. મુદ્દામાલ સીઝ કરી પુરાણ વાળી જગ્યાનુ માપ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણાન નાગલપુર નજીકથી માટી ભરેલા ચાર ડમ્પર પકડાયા હતા. જેમાં બે ડમ્પર પરમીટ વિનાના જણાયા હતા સાથે સાથે બે ડમ્પર ઓવરલોડ માટી ભરેલા હોવાનું માલુમ પડયું હતુ. જેથી ખાણખનીજ વિભાગ દ્વારા 1.20 કરોડ નો મુદ્દમાલ સીઝ કરવામાં આવ્યો.



