
વિજાપુર મુસ્લીમ સમાજના યુવકો દ્વારા વકફ બોર્ડ બીલ ના મુદ્દે જી.પી.સી.એસ ને ૫૦૦૦ થી વધુ લોકોની સહીઓ સાથે રજૂઆત મોકલી આપી
કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ ના અધ્યક્ષતા મા સહી અભિયાન ચાલુ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મુસ્લીમ સમાજ અને યુવકો દ્વારા વકફ બોર્ડ બીલ ના અનુસંધાન મા કૉંગ્રેસ પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ સૈયદ ના અધ્યક્ષતા જી.પી.સી.એસ ને લેખિત રજૂઆત માટે સહી અભિયાન ચાલુ કરવા મા આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ લોકોની સહીઓ સાથે લેખીત રજુઆત મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના યુવા કાર્યકર શહેર પ્રમુખ તનજીલ સૈયદ નવાબ પઠાણ ઝાકીર બાપુ દ્વારા કૉંગ્રેસ પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ સૈયદના આગેવાની હેઠળ અભિયાન ચલાવવા મા આવ્યુ હતુ. જેમાં ૫૦૦૦ હજાર થી ઉપરાંત લોકોની સહીઓ કરાવવા મા આવી હતી. જેની વિગતો જીપીસીએસ ને મોકલી આપવા ની તજવીજ હાથ ધરી હતી. આ અભિયાન મુસ્લીમ સમુદાય ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.





