
ઝઘડીયા તાલુકાના ભાલોદ તરસાલી, રાજપારડી અને ઉમલ્લા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરાઇ.






મોહરમ પર્વ દિવસે સવારે કબ્રસતાનમાં પુર્વજોની કબરો ઉપર કુલ ચઢાવી મગફીરત માટે દુઆ ગુજારી હતી
મસ્જિદોમાં યવમે ” આશુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશ માં અમન અને શાંતિ બની રહે માટે ભલી દુઆઓ ગુજારી હતી
૧૪૦૦ વર્ષ પૂર્વે પયગંબરે ઈસ્લામ હઝરત મહંમદ સાહેબના નવાસા હઝરત ઈમામ હુસેન અને તેમના મુઠ્ઠીભર સાથીઓ સત્ય માટે કરબલાના મેદાનમાંયઝીદ ની વિશાળ ફોજ સામે લડાઈ લડી હતી આ લડાઈ અસત્ય સામે સત્યની લડાઈહતી અને સરચાઈની રાહમાં હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓએ શહાદત વહોરી લીધી યઝિદ ની જુઠ્ઠી વાતના ધરારઇન્કાર સાથે કરબલા મેદાનમાં આયુદ્ધ ખેલાયું શહિદે કરબલાની ભવ્ય સહાદતયાદ આપતું પર્વ એટલે મોહરમ દસ દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઈબાદતો થાય છે ઠેરઠેર મોહરમ નિમિત્તે શહીદે કરબલા ના ભવ્ય બલિદાનને લગતી તકરીરઓ (પ્રવચન) કરવામાં આવે છે સચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હજરત ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ ધર્મમાં મનાવાતા મહોરમ પર્વના તહેવાર નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં મહોરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી, વહેલી સવારે કબ્રસતાનમાં પુર્વજોની કબરો ઉપર કુલ ચઢાવી મગફીરત માટે દુઆ ગુજારી હતી ત્યારબાદ મસ્જિદોમાં યવમે ” આશુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશ માં અમન અને શાંતિ બની રહે માટે ભલી દુઆઓ કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી, વણાંકપોર, રાજપારડી અને ઉમલ્લા સહિત મુસ્લિમ વિસ્તારોમાં મોહરમ પર્વના તહેવાર નિમ્મીતે કરબલામાં શહીદ થયેલા હજરત ઇમામ હુસેનની યાદમા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવી તાજીયાની ઊલ્લાસ ભેર સજાવટ કરવામાં આવી હતી, નવી તરસાલી ભાલોદ ટેકરા, રૂઠં, કસ્બા, વણાકપોર જેવા દરેક વિસ્તારમાં તાજીયાનુ જુલુસ કાઢવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા જુલુસમાં ખાસ સહીદોને સલામ તેમજ સહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદી કિનારે તાજીયા લઈને પહોંચ્યા હતા, આજના દિવસે ઠેર ઠેર સરબત, તેમજ ખાળી પીળી ની વસ્તુઓનું નાતજાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રાજપારડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલૂસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી



