GUJARATKUTCHMANDAVI

કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે સુશાસન દિવસની ઊજવણી કરાઈ.

સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય/ચેકનું હાથોહાથ વિતરણ કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

સરકારી યોજનાથી જીવનમાં આવેલા આમૂલ પરિવર્તન અંગે મુક્તમને પ્રતિભાવો આપતા લાભાર્થીઓ.

ભુજ, તા -૨૫ ડિસેમ્બર  : ૨૫ ડિસેમ્બર નાં ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકારશ્રી દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે. સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. સમાજનો જરૂરિયાતમંદ એકપણ નાગરિક સરકારી યોજનાથી વંચિત ના રહી જાય તે દિશામાં થયેલી સુંદર કામગીરીને સાંસદશ્રીએ બિરદાવી હતી. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સુશાસનની અનુભૂતિ તમામ નાગરિકોને થાય તે ધ્યેય સાથે કામગીરી કરતા રહેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. સાંસદશ્રીએ વિવિધ યોજનાઓમાં કચ્છ જિલ્લાએ હાંસલ કરીને સિદ્ધિઓને મંચ ઉપરથી બિરદાવીને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.કચ્છના અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. આગેવાનશ્રી દિલીપભાઈ દેશમુખ એ પ્રાસંગિક પ્રવચન કરતાં ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન ‌કરીને દેશની અખંડિતતા જાળવી રાખવા માટે પ્રયાસરત રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કચ્છમાં સુચારું અમલીકરણ માટે શ્રી દિલીપભાઈએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી. અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્બોધન કરતા અટલજીને યાદ કરીને તેમના પંથે ચાલીને લોક સેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.આ સુશાસન કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા, નમો લક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ વગેરે યોજના અંગેની ફિલ્મ સૌ મહાનુભાવો અને નાગરિકોએ નિહાળી હતી. આ ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનના અંગેના અનુભવો મુક્તમને રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, કેડીસીસી બેંકના ચેરમેનશ્રી દેવરાજભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી મહિદિપસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દિવ્યરાજસિંહ જાડેજા, આગેવાન સર્વેશ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ, શ્રી અનિલભાઈ છત્રાલા, શ્રી કાસમભાઈ કુંભાર, શ્રીમતિ બિંદિયાબેન ઠક્કર, શ્રી અરજણભાઇ રબારી, શ્રીમતિ મનિષાબેન સોલંકી, શ્રી રમેશભાઈ ગઢવી, શ્રી હનીફભાઈ માંજોઠી, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી બી.જે.નકુમ, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજય ઉપલાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય ચૌધરી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યા સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!