GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું 

WAKANER:વાંકાનેર નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

 

 

તા.31/07/2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો તનવીર શેરસિયાના માર્ગદર્શન દ્વારા શ્રી નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં કુલ 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્ર દોરવામાં આવેલ, ત્યારબાદ RBSK ટીમના મેડીકલ ઓફીસર ડો રવીરાજ મકવાણા તથા ડો મહેજબીન મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલીયારાજ ના સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળા ના આચાર્ય વિશાલભાઈ ચૌહાણ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ટિમ ના FHW પૂર્વીબેન પરમાર,ફાર્માસિસ્ટ સોયબ વકાલિયા અને પ્રા.આ.કેન્દ્ર પીપલીયારાજના એમ.પી.એચ.ડબલ્યુ સીરાજભાઈ ખોરાજીયા પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ કરેલ.

Back to top button
error: Content is protected !!