MORBI:મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે કરી બિનઅધિકૃત રહેતા આસામીઓને નોટીસ આપવામાં આવી.

MORBI:મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે કરી બિનઅધિકૃત રહેતા આસામીઓને નોટીસ આપવામાં આવી…
મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે કરી બિનઅધિકૃત રહેતા આસામીઓને દુર કરવા મૂળ માલિકને નોટીસ આપવામાં આવી છે તેમજ બંધ આવાસ મુદે પણ યોગ્ય કાર્યવાહી કરાશે
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરના આદેશ મુજબ આવાસ વિભાગ દ્વારા દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા ૬૮૦ આવાસોનો ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો સર્વે દરમિયાન બિનઅધિકૃત રહેતા આસામીઓને દુર કરવા મૂળ માલિકને નોટીસ આપી તાકીદ કરવામાં આવી છે તેમજ આવાસ યોજનાના રહેણાંક મકાન/ફ્લેટમાં જે લોકો ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોય તેવા આસામીને પણ દુકાન બંધ કરવા તાકીદ કરી હતી જે લાભાર્થીઓ પોતાના આવાસ બંધ રાખેલ છે તેઓ તુરંત આવાસનો ઉપયોગ કાયમી માટે શરુ કરે અન્યથા તેમના વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે






