ભાજપના દિગ્ગજ ધારાસભ્યએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો !!!
એક જ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ભાજપના વરિષ્ઠ નેતાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા જ રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની પહેલી યાદી ટૂંક સમયમાં જાહેર થવાની છે. જોકે, આ યાદી જાહેર થાય તે પહેલા જ પટનાના કુમ્હરાર મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય અરુણ સિંહાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે ધારાસભ્ય અરુણ કુમાર સિંહા કુમ્હરાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે નહીં.
પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘હું આગામી વિધાનસભા ચૂંટણી ઉમેદવાર તરીકે નહીં લડું, પરંતુ હું સંગઠન માટે કામ કરતો રહીશ. છેલ્લા 25 વર્ષોમાં તમે મને જે વિશ્વાસ અને સમર્થન આપ્યું છે તેના માટે હું હંમેશા આભારી છું”
નોંધનીય છે કે, NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ NDA ઉમેદવારોના નામ જાહેર થવાની અપેક્ષા છે, ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ અરુણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Farunkumarsinhamla%2Fposts%2Fpfbid0wx53qLJNzsaejrvH9DVK6q3UX4UzYKf9BYKmfRGvYpYxk8bdggExRCZ7i8vt3r1dl&show_text=true&width=500″ width=”500″ height=”233″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share”></iframe>