GUJARATKUTCHMANDAVI

જીઆરડી ભરતીની દોડ કસોટીને લઈને વાહન નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું જારી કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-11 એપ્રિલ  : માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ખાલી રહેલી જગ્યા ઉ૫ર ભરતી કરવા અર્થે શારીરિક કસોટીની દોડ તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૨૧/૦૪/૨૦૨૫ સુધી સવારના ૦૫:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધી ખારી નદી ચોકડી, ભુતનાથ મહાદેવ પાસે કેન્યોન હોટલ, હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી ટોયોટા શો રૂમ સુધીના રસ્તા ઉપર યોજાનાર છે. જેથી આ રસ્તા ઉપર વાહનોની અવર-જવર બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉ૫યોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવેલ છે.આ જાહેરનામા અન્વયે ખારી નદી ચોકડી-ભુતનાથ મહાદેવ પાસે કેન્યોન હોટલ- હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી-ટોયોટા શો રૂમ સુધીના એક તરફના રસ્તા ૫રથી વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ તરીકે ખારીનદી ચોકડી-ભુતનાથ મહાદેવ પાસે કેન્યોન હોટલ- હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી-ટોયોટા શો રૂમ સુધીના બીજી તરફના રસ્તા ૫રથી વાહનો અવર-જવર કરી શકશે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલા વાહનો અને પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા હુકમ કરાયો છે.

Back to top button
error: Content is protected !!