BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: ટ્રેનમાં નિંદ્રાધીન મહિલાના મોબાઇલની ચોરી, રેલવે પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે જામનગર હમસફર એક્સપ્રેસમાંથી મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ ગયો હતો જામનગરના શીતલ પાર્કમાં રહેતા ગીતાબેન કમલેશ પેશાવરીયા ગત તારીખ-૨૩મી ઓગસ્ટના રોજ બોરીવલી રેલ્વે સ્ટેશનથી જામનગર હમસફર એક્સપ્રેસમાં સવાર થઇ જામનગર આવી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમીર પટેલ, ભરૂચ

Back to top button
error: Content is protected !!