NATIONAL

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો : રાહુલ ગાંધી

કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓ અને ખાસ કરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલના બહાને ભારતીય કૃષિ વ્યવસ્થાને નબળી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે, ‘2021માં ખેડૂતો સાથે કરવામાં આવેલો C2 + 50% કાનૂની MSPનો વાયદો અત્યાર સુધી કેમ લાગુ કરવામાં આવ્યો નથી? સરકારે જવાબ આપવાનું ટાળતા માત્ર પોતાની જૂની MSP નીતિ જ દોહરાવી દીધી છે.’

Back to top button
error: Content is protected !!