GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી-રાજકોટ હાઇવે રોડ પર ટ્રક પાછળ એમ્બ્યુલન્સ અથડાતાં, એમ્બ્યુલન્સ ચાલક ઇજાગ્રસ્ત

 

MORBI:મોરબી-રાજકોટ હાઇવે રોડ પર ટ્રક પાછળ એમ્બ્યુલન્સ અથડાતાં, એમ્બ્યુલન્સ ચાલક ઇજાગ્રસ્ત

 

 

મોરબીના  મકરાણીવાસ સિલ્વર પાર્કમાં રહેતા શરીફભાઇ ઉષ્માનભાઇ સોલંકી ઉવ.૩૪ ગત તા.૨૨/૦૭ના રોજ સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં સરકારી એમ્બ્યુલન્સ રજી.નં. જીજે-૧૮-જી-૮૬૯૭ લઈને જતા હોય ત્યારે ટંકારા રાજકોટ હાઇવે રોડ આર્યવિધાલય સામે જબલપુર તરફ જવાના રસ્તા પાસે રોડ ઉપર ટ્રક રજી.નં. જીજે-૧૧-ટીટી-૯૭૮૬ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી એમ્બ્યુલન્સનો ઓવરટેક કરી આગળ રોડ ઉપર  ઓચિતી બ્રેક મારી દેતા એમ્બ્યુલન્સના ચાલક દ્વારા બ્રેક મારવા છતા એમ્બ્યુલન્સ ટ્રક પાછળ જોરદાર અથડાઈ જઈ અકસ્માત થયો હતો. જેમાં એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ શરીફભાઈને પેટના ભાગે વાગતા પેટના અંદરના ભાગે આંતરિક ઇજા પહોંચી હતી ત્યારે શરીફભાઈ દ્વારા ટ્રક રજી. જીજે-૧૧-ટીટી-૯૭૮૬ના ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Back to top button
error: Content is protected !!