NATIONAL

કેરળમાં મોક મતદાનમાં દરમિયાન EVMમાં ગરબડ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટિસ

અન્ય લોકોના મત ભાજપને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી

સુપ્રીમ કોર્ટે કેરળમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગેરરીતિ અને અન્ય લોકોના મત ભાજપને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ ફરિયાદોનું સંજ્ઞાન લેવા જણાવ્યું છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ‘કેરળના કાસરગોડમાં મોક મતદાનમાં દરમિયાન ભાજપને વધુ મત પડ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કમિશનના વકીલને આ અંગે સંજ્ઞાન લેવા કહ્યું હતું.
કેરળના કાસરગોડમાં મોક મતદાન કરવામાં આવ્યું હતું. 4 ઈવીએમ અને વીવીપેટમાં ભાજપને એક વધુ મત મળ્યો હતો. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના વકીલ મહિન્દર સિંહને આ સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું હતું. સુપીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે ઈવીએમ દ્વારા પડેલા તમામ મતોની ચકાસણી વીવીપેટ સ્લિપ દ્વારા કરવામાં આવે. મંગળવારે આ મામલે લાંબી અને રસપ્રદ ચર્ચા થઈ હતી. વકીલ પ્રશાંત ભૂષણે તમામ વીવીપેટ સ્લિપની ગણતરી કરવાની માંગ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘ભારત જેવા દેશમાં આ કેવી રીતે શક્ય છે.’ આ અંગે પ્રશાંત ભૂષણે જર્મની જેવા દેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ‘જર્મનીમાં બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવે છે.’ તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘જર્મનીમાં  માત્ર 6 કરોડ નાગરિકો છે. આ માત્ર મારા ગૃહ રાજ્યની વસ્તી છે.’ આટલું જ નહીં ઈવીએમના બદલે બેલેટ પેપરને લઈને બેન્ચે એમ પણ કહ્યું કે, ‘અમે એ યુગ પણ જોયો છે જ્યારે ચૂંટણી બેલેટથી થઈ હતી. મશીન સાચા પરિણામ આપે છે, જો તેમાં કોઈ માનવીય દરમિયાનગીરી ન કરી હોય’
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર 19મી એપ્રિલે મતદાન થશે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલો ઊભા થઈ રહ્યો છે. કેટલાક અહેવાલોમાં દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણીના LDF અને UDF ઉમેદવારોના એજન્ટોએ કાસરગોડમાં બુધવારે(17મી એપ્રિલ) યોજાયેલા મોક મતદાનમાં ચાર ઈવીએમમાં ​​ભૂલથી ભાજપની તરફેણમાં એક મત વધુ નોંધાયો હતો. કેરળના બંને મુખ્ય ગઠબંધન એલડીએફ અને યુડીએફના ઉમેદવારોના બૂથ એજન્ટોએ આ અંગે પ્રશાસનને ફરિયાદ નોંધાવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!