NATIONAL

મોદી સામે ચૂંટણી પંચમાં કોંગ્રસે નોંધાવી આચાર સંહિતા ભંગની ફરિયાદ

TMC સાંસદે ECને પત્ર લખ્યો- આંધ્રપ્રદેશમાં પ્રચાર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો; 1975માં ઈન્દિરા ગેરલાયક ઠેરવાયા હતા.

દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહી છે. 21મી એપ્રિલે  રાજસ્થાનમાં જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સિંહ સપ્પલે આજે 22મી એપ્રિલે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “અમે આભારી છીએ કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. અમારા તરફથી 17 ફરિયાદો છે, ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. રાજસ્થાનમાં વડપ્રધાન નરેન્દ્ર મોદીમાં નિવેદનમાં એક સમુદાય અને ધર્મનું નામ લેવામાં આવ્યું છે. જેમાં ઘૂસણખોરો સાથે સમુદાય અથવા ધર્મને જોડવામાં આવ્યો છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી એપ્રિલ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું, “કોંગ્રેસનો આ ઢંઢેરો કહી રહ્યો છે કે તેઓ માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે, તેની માહિતી મેળવશે અને પછી તે સંપત્તિનું વિતરણ કરશે. અને તે તેમને વહેંચશે જેમના વિશે મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. અગાઉ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે આ મિલકત કોને ભેગી કરીને વહેંચવામાં આવશે? જેમને વધુ બાળકો હશે તેઓમાં વિતરણ કરશે. ઘૂસણખોરોમાં  વહેંચશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? શું તમે આ સાથે સહમત છો?”

 

TMC સાંસદે ECને પત્ર લખ્યો- આંધ્રપ્રદેશમાં પ્રચાર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો; 1975માં ઈન્દિરા ગેરલાયક ઠેરવાયા હતા.

TMCએ 24 કલાકમાં પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની બે ફરિયાદ ચૂંટણીપંચને મોકલી છે. સોમવારે (18 માર્ચ) TMCના નેતા ડેરેક ઓ’બ્રાયને ચૂંટણીપંચને લખેલા ફરિયાદપત્રમાં જણાવ્યું હતું કે 15 માર્ચે મોદી દ્વારા મોકલવામાં આવેલો વિકાસ ભારત સંકલ્પ યાત્રાના સરકારી અભિયાનનો વ્હોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેરેક ઓ’બ્રાયને દાવો કર્યો છે કે પીએમ દ્વારા સંદેશની સાથે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. છેલ્લાં 10 વર્ષમાં દેશના 140 કરોડથી વધુ લોકોને ભારત સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે ભારત સરકાર મોદી વતી સંદેશ મોકલી રહી છે.

આ દર્શાવે છે કે મોદી-ભાજપ કેન્દ્ર સરકારની આવક થકી પોતાની યોજનાઓનો પ્રચાર કરી રહ્યા છે. 15 માર્ચે આચારસંહિતા લાગુ થયા બાદ આ મેસેજ વ્હોટ્સએપ પર મોકલવામાં આવ્યો હતો, તેથી આ આચારસંહિતાનું ઉલ્લંઘન ગણવું જોઈએ. આ પહેલાં સોમવારે TMC સાંસદ સાકેત ગોખલેએ પણ ફરિયાદ કરી હતી.

TMCના રાજ્યસભા સાંસદ ડેરેકે સોમવારે (18 માર્ચ) કહ્યું હતું કે અમારી પાર્ટી ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ લોકસભા ચૂંટણી પર નજર રાખે. ભાજપની ખરાબ યુક્તિઓ ભારતના ચૂંટણીપંચ જેવી સંસ્થાઓને નષ્ટ કરી રહી છે. શું ભાજપ લોકોનો સામનો કરવામાં એટલી ડરી ગઈ છે કે તે વિપક્ષને નિશાન બનાવવા માટે ECIને પાર્ટી ઓફિસમાં ફેરવી રહી છે?

સાકેત ગોખલેએ પણ ફરિયાદ કરી હતી
આ પહેલાં સોમવારે ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ પણ પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેણે આંધ્રપ્રદેશના પલનાડુની લોકસભા સીટ ચિલકલુરીપેટમાં ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે એરફોર્સના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 માર્ચ, રવિવારે પલનાડુ જિલ્લાના બોપુડી ગામમાં NDAની ચૂંટણી રેલીને સંબોધન કરવા ગયા હતા. રેલીમાંથી સામે આવેલા વીડિયોમાં તેઓ એરફોર્સના હેલિકોપ્ટરમાંથી ઊતરતા દેખાયા હતા.

ટીએમસી સાંસદ સાકેતે આંધ્રપ્રદેશ ચૂંટણીપંચને આપેલી ફરિયાદની કોપી પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીપંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે ચેતવણી આપી હતી કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!