કાલોલ નવી પોસ્ટ ઓફીસ સામે ઘણા સમયથી ગટરના ચેમ્બરનું ઢાંકણું ટુટેલી હાલતમાં.તંત્રની બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બને તો નવાઇ નહીં..!
તારીખ ૦૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત નવી પોસ્ટ ઓફિસ રબ્બાની મસ્જીદ સામેના રોડ ઉપર તળાવનું ઓવરફ્લો પાણી કાઢવા માટેના નાળા નાખીને નાળા ઉપર હાલમાં જ બનાવવામાં આવેલ ચેમ્બર નો ઢાંકણું ટુટી જતા જે અંદાજીત દશ ફુટ ઉંડો ખાડો હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે જયાં દરરોજ હજારો લોકો વાહનો લઇને અવરજવર કરી રહ્યા છે જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ ગટરના ચેમ્બર ઉપર નું ઢાંકણું ધણા દિવસો થી એક ભાગ તૂટી ગયો છે અને બીજો નીચે બેસી ગયો છે અને વાહનો તથા લોકો અહીં થી મોટીસંખ્યામાં અવરજવર કરે છે.પરંતુ કાલોલ નગર પાલિકા આ ઢાંકણું બદલવાની તસ્દી લીધી ન હોવાથી પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે શું જવાબદાર તંત્ર અકસ્માત સર્જાય તેની રાહ દેખી રહ્યું છે!? જ્યાં અજાણ્યા વાહન ચાલકોને અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે ત્યારે સ્થાનિક વેપારીઓ ના જણાવ્યા મુજબ અહીંથી નીકળતા નગરપાલિકાના જવાબદાર લોકોને વારંવાર મૌખિક રજૂઆત કરી હતી પરંતુ આંખ આડા કાન કરવામાં આવતા પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે કાલોલ નગર પાલિકા દ્વારા તાકીદે ચેમ્બર નું તૂટેલું ઢાંકણું વહેલાસર બદલવાની જરૂર છે.