GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાલિકા વોર્ડ નં 7 ના અપક્ષ ઉમેદવાર ના દરખાસ્તદાર ને લાલચ આપનાર હરીફ ઉમેદવાર સામે ચુંટણી અધિકારી ને લેખીત રજુઆત કરી

 

તારીખ ૦૩/૦૨/૨૦૨૫

  • સાજીદ વાઘેલા કાલોલ 

સોમવારના રોજ કાલોલ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્રોની ચકાસણી રાખવામાં આવી હતી ત્યારે ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર એન બી મોદી સમક્ષ વોર્ડ નંબર સાતના અપક્ષ ઉમેદવાર કૃષ્ણકાંત અશ્વિનલાલ પરીખ દ્વારા લેખિત અરજી આપી રજૂઆત કરી કે તેઓના ફોર્મમાં દરખાસ્ત દાર તરીકે સહી કરતા અમિત સતિષભાઈ મહેતા ને હરીફ ઉમેદવાર યુવરાજસિંહ રાઠોડ દ્વારા લોભ લાલચ આપી હોટલમાં લઈ જઈ દરખાસ્તદાર તરીકે પોતે સહી નથી કરી તેવુ સોગંદનામુ કરી આપવા દબાણ કર્યું હતુ. અપક્ષ ઉમેદવાર દ્વારા આવી લેખિત અરજી આપતા એક તબક્કે સન્નાટો મચી જવા પામ્યો ચૂંટણી અધિકારીએ અપક્ષ ઉમેદવાર કૃષ્ણકાંત પરીખની લેખિત અરજી સ્વીકારી લીધી છે.કાલોલ નગરપાલિકાની ચુંટણી માં સત્તાધારી પક્ષોને ભારે પડતા અપક્ષોના ઉમેદવારી ફોર્મ યેનકેન પ્રકારે રદ કરાવવા અને પાછા ખેંચાવવા અલગ અલગ પેતરા ચાલુ થઈ રહ્યા છે જેને લઈને સત્તાધારી પક્ષ સામે લોકોનો તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. જોકે અપક્ષ ઉમેદવારો અને તેમના ટેકેદારો મા ફોર્મ ખેચવા બાબતે જાતજાતની અફવાઓ ફેલાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!