BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલમાં હાંસોટના ડો. કોમલ પટેલ મેડિકલ ઓફિસર તેમજ ડો. સિદ્ધરાજ ખેર મેડિકલ ઓફિસર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેઓની સાથે પ્રિયંકા વસાવા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સાહોલ શાળામાં અભ્યાસ તમામ બાળકોના વજન, ઉંચાઈ તેમજ આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. અને જે બાળકોને વધુ સારવારની જરૂર હોય તેઓને RBSK ટીમ મારફત યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તબક્કે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો.



