GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં એનસીસી દિવસની ઉજવણીમાં સાયકલ રેલી યોજાશે

તા.૧૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી રાજકોટ દ્રારા તારીખ ૨૪ નવેમ્બરના રોજ એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે તારીખ ૨૩ નવેમ્બરના રોજ એનસીસી જાગૃતિ માટેની સાયકલ રેલી રેસકોર્સ ચોક (સરદાર પટેલ વોટર ફોલ) ખાતે સવારે ૬:૩૦ કલાકે યોજાશે.

એનસીસી દિવસની ઉજવણી ૨૪ નવેમ્બર રાજકોટની રાજકુમાર કોલેજના ભાવસિંહજી હોલમાં સવારે ૧૦:૪૫ કલાકે યોજાશે. કાર્યક્રમમાં અધિકારીઓ અને બહોળી સંખ્યામાં એનસીસી કેડેટ્સની મોટી ભાગીદારી જોવા મળશે.

Back to top button
error: Content is protected !!