
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ ઓક્ટોબર : ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા માંડવી ખાતે પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તે માટે “પર્યટન પર્વ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ હેતુથી કચ્છ જિલ્લામાં “પર્યટન પર્વ” નિમિતે લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તા:૨૫/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકથી માંડવી બીચ, માંડવી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નામાંકીત કલાકારો દ્વારા લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ લોકડાયરાનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા પાઠવવામાં આવ્યું છે.




