NATIONAL
CS એન્જિનિયર કશ્યપભાઈ ઠક્કર સમગ્ર ગુજરાત તરફથી ભારતનાં આસિસ્ટન્ટ લીડર ટ્રેનિંગ પ્રશિક્ષણ માં સ્વખર્ચે જોડાયાં.

પંચમઢી, મધ્યપ્રદેશમાં સ્થિત BSG નેશનલ ટ્રેનિંગ સેન્ટરે તાજેતરમાં તેનો 96મો ALT (આસિસ્ટન્ટ લીડર ટ્રેનિંગ) કોર્સ પૂર્ણ કર્યો. આ કોર્સ દરમિયાન 4 થી 7 ડિગ્રી તાપમાનની કઠિન ઠંડીમાં શિસ્ત, નેતૃત્વ અને સમયપાલન પર શૈક્ષણિક સત્રો યોજાયા. આ તાલીમમાં પસંદગી પામેલા ચાર શિક્ષકો માંથી માત્ર એક લીડર શ્રી કશ્યપ ઠક્કર તેમજ ભારતના વિવિધ રાજ્યો માંથી શ્રેષ્ઠ લીડર્સ ને તાલિમ આપવામાં આવી. આ સાત દિવસીય તાલીમમાં શ્રમદાન, અર્થદાન, મેનેજમેન્ટ, રમત, સ્વયં મૂલ્યાંકન, માઈક્રો ટિચિંગ અને નેતૃત્વ પર વિશેષ ભાર આપવામાં આવ્યો. સમગ્ર કોર્સના લીડર શ્રી એસ.એસ. રાયે આ તાલીમનું નેતૃત્વ કર્યું. આ તાલીમનો ઉદ્દેશ્ય પ્રશિક્ષુને વ્યક્તિગત અથવા આર્થિક ફાયદો આપવાનો નહોતો, પરંતુ એક ઉત્કૃષ્ટ વ્યકિતત્વ નું સર્જન કરી શિક્ષણ ને પરિશ્રમ દ્વારા નવી ઊંચાઈ પર પહોચાડવાનો રહ્યો. સાથે સાથે એ જરુરી પણ નથી કે તાલીમ પ્રદાન કરનાર અથવા પ્રાપ્ત કરનાર તમામ મહાન લીડર્સ કે વ્યક્તિત્વ જ હોય, એ માત્ર વ્યક્તિની પાત્રતા અને સંસ્કારો પર નિર્ધારિત છે. આ પ્રકારની કઠિન શિબિરો જીવનના વિવિધ પાસાઓમાં નેતૃત્વ અને મેનેજમેન્ટ કૌશલ્ય વિકાસ સાથે સમાજમાં સેવાના ભાવને પ્રોત્સાહિત કરે છે જેમાં સફળતા પ્રાપ્ત કરનારા તમામ લીડર્સ નું પરિણામ આગામી મહિના સુધીમાં દરેક રાજ્ય ને મોકલી આપવામાં આવશે. આશા છે ગુજરાત ની શાળાઓ તેમજ જનતા મોકળું મન રાખી આવા ઉત્કૃષ્ટ શિક્ષક નો લાભ પોતાનાં બાળકો ને જરૂર અપાવશે અને સશક્ત ભારત નિર્માણ માં નિમિત્ત બનશે.



