જુનાગઢના મુબારક બાગ ખાતે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડતી બી ડિવીઝન પોલીસ
જુનાગઢના મુબારક બાગ ખાતે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડતી બી ડિવીઝન પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગાર જેવી બદીઓને નેસ્તનાબુદ કરવા રેન્જ આઈ.જી.પી. નીલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા સૂચનાઓ કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન અન્વયે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલની આગેવાની હેઠળ સ્ટાફના માણસો હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ નાથાભાઈ કોડીયાતર તથા રમેશભાઈ ગોવિંદભાઈ કરંગીયાને તેમના અંગત બાતમીદાર પાસેથી મળેલી ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું કે, શહેરના કાળવા ચોક પાસે મુબારકબાગ વિસ્તારમાં જાહેર જગ્યા પર કેટલાક શખ્સો ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે તાત્કાલિક રેઇડ કરીને પોલીસે જુગાર રમતા (૧) દિલીપ હિરાભાઈ મકવાણા, (૨) અશ્વિન હરસુખભાઈ સોલંકી, (૩) વિજય હરસુખભાઈ સોલંકી, (૪) સલીમ બીન અલી આરબ, (૫) રમેશ દેવરાજભાઈ ઝાલા તથા (૬) શાહરુખ સલીમભાઈ જલવાણીને રોકડા રૂપિયા ૧૨,૧૫૦ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.