NATIONAL

ડીપફેક અને નકલી એઆઇ કંટેંટના વધતા IT નિયમોમાં મોટા ફેરફારોની સરકારની તૈયારી

ડીપફેક અને નકલી એઆઇ કંટેંટના વધતા જોખમને જોતા કેન્દ્ર સરકારે આઇટી નિયમોમાં નોંધપાત્ર સુધારાો પ્રસ્તાવ કર્યો છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એઆઇ-જનરેટેડ કંટેંટ પર લેબલ અને સ્પષ્ટ રીતે ઓળખ ચિન્હ લગાવું અનીવાર્ય હશે.

કેન્દ્ર સરકારે ડીપફેક અને એઆઇ-જનરેટેડ નકલી સામગ્રીથી થતા નુકસાનને રોકવા માટે આઇટી નિયમોમાં ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એઆઇ અથવા સિન્થેટિક સામગ્રીને સ્પષ્ટ રીતે ચિહ્નિત કરવી પડશે જેથી યૂજર્સ અસલી અને નકલી સામગ્રી વચ્ચે ફર્ક કરી શકે.

પ્રસ્તાવિત સુધારાઓ અનુસાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ (અગાઉ ટ્વિટર) જેવા મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સુનિશ્ચિત કરવું પડશે કે કોઈપણ સામગ્રી AI અથવા કમ્પ્યુટર-જનરેટેડ છે તો તેના પર લેબલ અથવા માર્કર લગાવવામાં આવે. આ લેબલ ઓછામાં ઓછા 10ટકા ભાગ પર દેખાવું જોઇએ. જ્યારે તે ઑડિઓના પહેલા 10ટકા સંભળાવું જરૂરી છે.

વધુમાં પ્લેટફોર્મ્સે એ પણ ચકાસવું પડશે કે યૂજર્સ દ્વારા અપલોડ કરાયેલ સામગ્રી અસલી છે કે નકલી છે. આ માટે તકનીકી પગલાં અપનાવવા અને યૂજર્સ પાસેથી ડિક્લેરેશન મેળવવી ફરજિયાત રહેશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ડીપફેક ઓડિયો અને વિડિયો વધુને વધુ વાયરલ થયા છે, જેના કારણે ખોટી માહિતી ફેલાવવા, રાજકીય છબિ બગાડવા, છેતરપિંડી અને લોકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે. વૈશ્વિક સ્તરે ડીપફેક ટેકનોલોજી વિશે ચિંતા વધી રહી છે, કારણ કે તે નકલી વિડિઓ અને ફોટા બનાવી અને સમાજમાં ભ્રમ ફેલાવવા સક્ષમ છે.

આઇટી મંત્રાલયે 6 નવેમ્બર 2025 સુધી આ ડ્રાફ્ટ પર જનતા અને નિષ્ણાતો પાસેથી સૂચનો અને ટિપ્પણીણો માંગી છે. સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ વપરાશકર્તામાં જાગૃતિ વધારવા, નકલી સામગ્રીને કાબુમાં લેવા અને એઆઇ ઇનોવેશન માટે સલામત વાતાવરણ બનાવવાનો છે.

Back to top button
error: Content is protected !!